Aapnu Gujarat
મનોરંજન

ભાવનગર ખાતે યુવા સરકાર… એક વિચાર મુવીનું ટ્રેલર લોન્ચ

ફિલ્મ નિર્માતા નિલેશ કાટરોડીયાએ જણાવ્યું કે, આ ફિલ્મ નિર્માણનું કાર્ય ૫ જાન્યુઆરી ૨૦૨લ્‌ના રોજ શરૂ કરેલું અને અમારે તેને ૧૫મી ઓગસ્ટના રોજ રિલીઝ કરવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે ઠપ પડેલ જન જીવન અને સાથો સાથ મનોરંજન ધીરે ધીરે વેગ પકડતા અમે અમારું ટ્રેલર આજે ગુજરાતની કલા પ્રિય જનતા વચ્ચે ભાવનગરથી મૂક્યું છે. ખાસ કરીને ભાવનગરથી લોન્ચ કરવાનું કારણ એ છે કે, ફિલ્મમાં મુખ્ય રોલ ભજવનાર દીકરી આસ્થા મહેતા કે જેઓ ભાવનગરના છે અને તેમનો ખુબ આગ્રહ હતો કે મારી જન્મભૂમિ પર મારા જીવનની પહેલી મુવીના ટ્રેલરનું લોન્ચિંગ થાય એટલે ૨૫મી ઓક્ટોબરના રોજ અને નવરાત્રી પર્વમાં ફિલ્મનું ટ્રેલર ોલન્ચ કર્યું. ફિલ્મ દિવાળી પર મોટા પડદે રિલીઝ થશે. ૫૫થી વધુ સ્ક્રીન પર ગુજરાત સહિત મુંબઈમાં પણ રિલીઝ કરશે. ટ્રેલર લૉન્ચ કાર્યક્રમમાં મુવીના ડિરેક્ટરથી માંડી તમામ સ્ટારકાસ્ટ, ફિલ્મના લેખક , એડિટર અને સપોર્ટિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં. અંતે ડિરેક્ટર અને અભિનેતાઓએ ગુજરાતની મનોરંજન પ્રિયા જનતાની પાસેથી સાથ અને સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી સાથો સાથ એમ પણ જણાવ્યું કે કોરોના કાળના લાંબા વેકેશન બાદ ગુજરાતમાં પ્રથમ ગુજરાતી ફિલ્મ યુવા સરકાર રિલીઝ થશે, તેઓએ વધુમાં જણાવ્યું કે,સરકારના આત્મનિર્ભર ભારતના આયોજનમાં અમે ગુજરાત તરફથી એક ડગલું આ મુવી બનાવીને ભર્યું છે, તેઓએ વધુમાં કહ્યું કે,ફિલ્મના મુખ્ય કિરદારોએ આ ફિલ્મથી તેમના કેરિયરની શરૂઆત કરી છે તો જનતા પણ તેને સારો પ્રતિસાદ આપે અને અમે પણ ગુજરાતની મનોરંજન પ્રિય જનતાને પૂરેપૂરા મનોરંજિત કરીશું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

કંગનાની ફિલ્મ મણિકર્ણિકા અટવાઇ

aapnugujarat

रजनीकांत अस्पताल में भर्ती

editor

સંજીદા શેખ હર્ષવર્ધન રાણેને ડેટ કરી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1