Aapnu Gujarat
બ્લોગ

પર્યાવરણ સુરક્ષા – પ્રદૂષણ અને પર્યાવરણ

એકવીસમી સદીને ઉબરેં આવીને ઉભેલા વિશ્વ સમક્ષ જે આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે. પર્યાવરણની જાળવાણે! ભૂતકાળમાં ક્યારેક નહોયતી થએ એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેલ વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ભલભલા માંધાતાઓની પણ ઉંઘ હરામ કરી દીધી છે. “ભોપાલ ગેસ હોનારત” તો જેની આગળ “ચટણી ” જેવી ગણાય. એવી ભયંકર હોનારતો મહાસત્તાઓના ઘરઆંગણે બની રહી છે. અને એનો સિલસિલો કયાં સુધી લંબાશે અને કોને હડપ કરી જશે એ કોઈ જાણતું નથી. વીસમી સદીમાં એવું તે શું બન્યું કે પર્યાવરણની જાણવણી માનવહસ્તી માટે એક પડકાર બનીને ઉભી થઈ ગઈ ? આવો પ્રશ્ન થાય એ સ્વભાવિક છે. આ કોઈ કુદરતસર્જિત આપત્તિ નથી. માનવસર્જિત આફત છે. એટલું તો સૌ કોઈ સમજે છે કેમ કે આ તો “હાથના કર્યા જ હૈયે વાગ્યા” છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની અભૂતપૂર્વ સિદ્ધિઓની ફુલાઈ ગયેલા માનવીએ કુદરતને નાથવાના અને સંપત્તિની જમાવટ કરીને ભૌતિક-દૈહિક સુખ ભોગવવાના જે ખતરારૂપ અખતરા કર્ય તેન એ લીધે જ “પ્રદૂષણ” નો ધોધ છૂટયો ; જેણે પર્યાવરણનું પાવિત્ર્ય છિન્નભિન્ન કરી નાખ્યું. એટલું જ નહી, કુદરતી સમતુલાને એટલી હદે ખોરવી નાખી કે, એકબીજાને આધારે ટ્‌કતી-નભતી જીવંત સૃષ્ટિની જીવનશૈલી પ્રદૂષિતને કલુષિત થતાં. હવા-પાણી અનાજ શાકભાજી બધું જ અશુદ્ધ અને જંતુયુક્ત બની જતાં. માનવીના આયુષ્ય અને આરોગ્ય માટે ભયંકર ખતરો ઉભો થયો. પશુ, પક્ષી,સમુદ્રજીવન, વૃક્ષ-વનસ્પતિ બધું હ “હું ભોગવું તેમ ભોગવાય” એવા મિથ્યા ખ્યાલમાં રાચતા માનવીના હાથમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું અમોઘ શસ્ત્ર આવ્યું અને એણે ટર્બાઈન પંપની સહાયથી ભૂગર્ભ જળની અને ખનિજ તેલની રાશિને અનિતયંત્રિત રીતે ઉલેચવા માંડી. કારખા અને વસવાટની જંગી ભૂખ સંતોષવા તોતીંગ વૃક્ષો ધરાશાયી કર્યા. રાસાયણિક ઉદ્યોગની જડીબુટ્ટી હાથ આવી એટલે રાક્ષસી જદના કારખાના નાખ્યા આ કારખાનાએ સલ્ફર ડાયોક્સાઈડ માંડી અનેક ઝેરી ગેસ ઓકવા માંડ્યા એટલું જ નહિ , રોજનું અબજો ગેલા પાણી વાપરી વાપરીને, અશુદ્ધ થયેલા દૂષિત જળ કયાંક સમુદ્રમાં, કયાંક સરોવરમાં, કયાંક નદીમાં, કયાંક કોતરમાં તો , કયાંક ખાણોમાં પડતરોમાં ઠાલવવા માંદ્યા. આ ઉચ્છિષ્ટ, અપેય, અનુપયોગી જળની સાથે રસાયણોનું મિશ્રણ પર ઠલવાતું ગયું. પરિણામે નદી, સરોવર, સમુદ્રના પાણી એવા વિનાશક થયા કે યુગોથી જે વિઘાતક અસર થઈ એના આંકડા જો પ્રગટ થાય તો એ વાંચીને જ કઈકના હાર્ટફેઇલ થઈ જાય! આજના સ્વાથી માણસો પોતાને માટે મોજશોખની વસ્તુઓ મેળવવા પાર્યવરણો નાશ કરે છે. દંતૂશૂળ મેળવવા તે હાથીઓનો શિકાર કરે છે. પીંછા મેળવવા મોરને મારી નાખે છે. મુલાયમ રૂવાંટીવાળાં પર્સ બનાવવા તે સસલાંને રહેંસી નાખે છે. ઘરનું રાચરચીલું બનાવવા તે આડેધડ વૃક્ષો કાપે છે. આમ, માનવી પોતે જ પર્યાવરણની સમતુલાને જોખમમાં મૂકી રહ્યા છે. અંતે તો, પર્યાવરણની જાળવણીના તાતકાલિક અમલમાં આવે એવા બે ઉપાયો યોજવા “વિશ્વ પર્યવારણ દિવસ” પ્રતિજ્ઞા લેવાઈ છે; ૧. ઓદ્યોગિક પ્રદૂષણ રોકવું અને ૨. કુદરતે જન્માવેલી વનશ્રી, જળસંપત્તિ પ્રાણજીવનને નષ્ટ્‌પ્રાય થતું અટકાવવું. તેના અમલીકણ માટે કેવળ સરકાર કે સરકારી તંત્ર જ નહિ એકચેક
જાગૃત નાગરિક આગળ આવે તો જ આપણે પર્યાવરણની જાણવળીનો યક્ષપ્રશ્ન ઉકેશી શકીએ. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના કારણે ધૂમ્મસ થતાં તાજેતરમાં યમુના એક્સપ્રેસ વે પર અકસ્માત થતાં ડઝનથી વધુ વાહનો એકબીજા સાથે ટકરાઈ ગયાં હતાં. અકસ્માતમાં મૃત્યુ તો એક જ વ્યક્તિનું થયું પરંતુ તેનાથી સમગ્ર દેશ વધતા જતા પ્રદૂષણના કારણે ફરી એક વાર ચિંતામાં મૂકાઈ ગયો છે.
દિલ્લીની વડી અદાલતે અને રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલ (એનજીટી)એ દિલ્લીમાં હવાની ગુણવત્તા સુધારવા માટે કેજરીવાલ સરકારને ખખડાવી નાખી હતી. તેના પગલે કેજરીવાલ સરકાર જાગી અને ફરીથી એકી-બેકી યોજના લાગુ કરવા તૈયાર થઈ હતી.વડી અદાલતે હેલિકૉપ્ટર દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવા અંગે વિચાર કરવા પણ સૂચન કર્યું હતું, જેના લીધે વાતાવરણમાં રહેલી ધૂળ અને પર્ટિક્યુલર મેટર બેસી જાય. જોકે વડી અદાલતે કેજરીવાલ સરકારને પાર્કિંગ ફી વધારે લેવા ખખડાવી હતી અને પૂછ્યું હતું કે કોઈને હૉસ્પિટલ જવું હોય કે કોઈ અગત્યની ચીજ ખરીદવા જવું હોય તો તેણે પાર્કિંગ માટે ખૂબ જ વધુ ફી ચૂકવવી પડે છે તે વાજબી નથી.જોકે આ વખતે પ્રદૂષણના કારણે ફટાકડા પર પ્રતિબંધ મૂકાયો તેથી પ્રદૂષણ ઘટવું જોઈતું હતું પરંતુ તેવું નથી થયું.
ન્યાયતંત્ર દ્વારા મૂકાયેલો આ પ્રતિબંધ ઓછો અસરકારક સાબિત થયો. જો બીજા કઠોર પગલાં તરફ ન્યાયતંત્ર દ્વારા ધ્યાન અપાયું હોત તો કદાચ પ્રદૂષણ આટલી હદે ન વધ્યું હોત.દિલ્લી હોય કે અન્ય કોઈ પણ નગર કે શહેર, પ્રદૂષણનાં સૌથી મહત્ત્વના કારણો પૈકીનું એક છે – વાહનો. વાહનો દ્વારા જે ગેસ નીકળે છે તે પ્રદૂષણ વધારે છે. આથી બસ, ટ્રેન, શટલ રિક્ષા જેવાં સાધનો દ્વારા મુસાફરીને પ્રોત્સાહન આપવું જોઈએ. ખાસ કરીને કારનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કારના કારણે ટ્રાફિક જામ તો થાય જ છે, સાથે એક કે બે વ્યક્તિ જ કારમાં જાય તેથી પેટ્રોલ-ડીઝલની ખપત વધે છે, વિદેશી હુંડિયામણ પર અસર પણ પડે છે, પરિણામે દેશના અર્થતંત્રને નુકસાન પણ જાય છે અને પ્રદૂષણ તો વધે જ છે. આથી બસ, ટ્રેન, વગેરેની પ્રાપ્યતા વધારવી જરૂરી છે.ઉપરાંત દિલ્લીમાં સૌથી વધુ પ્રદૂષણ સડક પર ઉડતી ધૂળથી થાય છે. વાહનોમાંથી નીકળતા ધૂમાડા પછી તેનો નંબર આવે છે. દિલ્લીની આસપાસ ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને નોએડાના ઉદ્યોગોમાં પારંપરિક ઈંધણોનો ઉપયોગ ચાલુ છે. ઉદ્યોગપતિઓ ખર્ચા રોકવા માટે પર્યાવરણને અનુકૂળ ઊર્જાનો ઉપયોગ કરવા તૈયાર નથી. ફરીદાબાદમાં ૧૭ હજાર ઉદ્યોગો છે જેમાંથી માત્ર ૨૧૦ જ ગેસ પર ચાલે છે.ઉપરાંત બાંધકામનાં જે કાર્યો ચાલી રહ્યા છે તેમાં પ્રદૂષણને નજરઅંદાજ કરાય છે. મોટા ભાગની જગ્યાઓ પર ધૂળથી બચવા ગ્રીન નેટ લગાવાતી નથી. ગ્રીન નેટ લગાવ્યા વગર માટીનું ખોદકામ થાય છે. આથી આવી જગ્યાઓએથી પસાર થતા લોકોને ધૂળને શ્વાસમાં લેતાં લેતાં નીકળવું પડે છે.ઉપરાંત કેજરીવાલ સરકાર અન્ય પક્ષોની પાછળ પડેલી રહે છે, પરંતુ દિલ્લીમાં સડકો તૂટેલી છે. આથી તેમાંથી વાહનો પસાર થાય ત્યારે ધૂળ ઊડે છે. દિલ્લીની પાસે ગુરુગ્રામનો છેલ્લા એક દશકમાં ઝડપથી વિકાસ થયો છે, પરંતુ તેના માટે અનેક વૃક્ષો કપાયાં છે. તેના બદલામાં નવાં વૃક્ષો વવાયાં નથી. ફરીદાબાદમાં મેટ્રો અને છ માર્ગીય રસ્તા માટે લગભગ ૨૦ હજાર વૃક્ષો કપાયાં હોવાનું અનુમાન છે. આમ, મેટ્રોમાં મુસાફરી કે છ માર્ગીય પર પૂરપાટ ઝડપે નીકળવું તો સારું લાગે પરંતુ વૃક્ષો કપાયાં તેના કારણે પ્રદૂષણ વધ્યું તેનું શું? આમ, વિકાસની દોટમાં આપણે પર્યાવરણના વિનાશ તરફ આગળ વધી રહ્યા છીએ. મોટી મોટી ઈમારતો, મોટી મોટી સડકો, મોટા મોટા ઉદ્યોગો એ શું ખરેખર વિકાસ છે? તેના કારણે વધતા પ્રદૂષણ અને તેના કારણે થતી બીમારીઓ અને અકસ્માતોનું શું?

Related posts

ભાજપનો મોદી યુગ

aapnugujarat

ઉ.કોરિયા જૈવિક હથિયાર/શસ્ત્રો વિકસાવી રહ્યું છે !

aapnugujarat

આંખના ઇશારે શરૂ થયેલો સંવાદ જીવનભરનો સંગાથ બની ગયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1