Aapnu Gujarat
બ્લોગ

ઉ.કોરિયા જૈવિક હથિયાર/શસ્ત્રો વિકસાવી રહ્યું છે !

નોર્થ કોરિયાનો ન્યુક્લીયર પ્રોગ્રામ અમેરિકા માટે માથાનો દુઃખાવો બની ગયું છે ત્યારે અહેવાલ મળી રહ્યાં છે કે ઉ.કોરિયા સામૂહિક વિનાશ નોતરે તેવાં જૈવિક હથિયાર એટલે કે બાયોલોજીકલ વેપન્સ તૈયાર કરી રહ્યું છે. આખરે ઉ.કોરિયાનું વિશ્વ આખાને વિશ્વ યુદ્ધ-૩ તરફ ખેંચી જાય તેમ છે. ૩ સપ્ટેમ્બરનાં રોજ ઉ.કોરિયાએ તેનો છઠ્ઠો અને અતિશય શક્તિશાળી પરમાણુ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આ પરમાણુ બોમ્બ હાઇડ્રોજન બોમ્બ હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું. અમેરિકા કહે છે. ઉ. કોરિયાનાં બધા જ પરમાણુ શસ્ત્રોનો સફાયો કરવો જરૂરી છે. તે માટે જરૂર પડશે તો, લશ્કરી પગલાં ભરતાં અમેરિકા ખચકાશે નહીં. આવાં તંગ વાતાવરણમાં ઉ. કોરિયાનાં બાયોલોજીકલ વેપન્સની વીનરમાં જવું યોગ્ય સમય ગણાશે.ખાનગી ઇન્ટેલીજન્સ કંપની ‘‘એમ્પલીફાય’’ અને હાવર્થ યુનિ.નો રિપોર્ટ જણાવી રહ્યો છે કે ઉત્તર કોરિયા ન્યુક્લીયર વેપન્સની સાથે સાથે બાયોલોજીકલ વેપન્સ પણ તૈયાર કરી રહ્યું છે.
ઉત્તર કોરિયાનાં યુઝર્સ તરફથી ઇન્ટરનેટ ઉપર ૨૩ હજાર સાઇટમાં વિવિધ પ્રકારનાં રેફરન્સ ફેદવામાં આવી રહ્યાં છે, જે સાઇટો ને જૈવિક/ બાયોલોજીકલ વેપન્સ સાથે સંબંધ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉ.કોરિયા, લશ્કરી સ્ટાઇલમાં બાયોલોજીકલ વેપન્સ ખાસ કરીને ’’એન્થ્રેક્સ’’નાં બેચ પ્રમાણે શસ્ત્રો વિકસાવી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ ઉ.કોરિયાનાં સંરક્ષણ પ્રધાને જાહેરાત કરી હતી કે ઉ.કોરિયા પાસે ૧૩ પ્રકારનાં બાયોલોજીકલ વેપન્સ છે. જેનો લશ્કરી ઉપયોગ કહી શકાય તેવાં કન્ટેનર બનાવવાયાં ઉ.કોરિયાને માત્ર દસ દિવસ લાગે તેમ છે. આ ૧૩ પ્રકારનાં જૈવિક હથિયારમાં એન્થ્રેક્સ, બોટુલીઝમ, કોલેરા, કોરીઅન હેમરંજીવ ફિવર, પ્લેટ, સ્મોલ બોક્સ, ટાઇફોઇડ ફિવર, યલો ફિવર, ડિસેન્ટ્રી/ મરડો, બુસેલોસીસ, સ્ટેફ વગેરેનો સમાવેશ થાય છે. ઉ.કોરિયા પાસે આ ચેપી રોગોનાં જીવાણું ફેલાવવા માટે અસંખ્ય તરકીબો ઉપલબ્ધ છે. મિસાઇલ ડ્રોન વિમાન, એરોપ્લેન, સ્પ્રેપર અને હ્યુમન વેકટર્સનો ઉપયોગ કરી ઉ.કોરિયા જૈવિક રીતે ખતરનાક વિવિધ રોગાણુનો ચેપ સામૂહિક ધોરણે લોકોને લાગે તેવી તરકીબો અજમાવે તેમ છે.
ડ્રોન અને એરપ્લેનનો ઉપયોગ કરી ખતરનાક જૈવિક શસ્ત્રોનો સ્પ્રે ઉ.કોરિયા કરે તેમ છે. ઉ.કોરિયા, નિયમિત રીતે દ. કોરિયાની સરહદોમાં ડ્રોન વિમાનો ઉડાડે છે. ઉ.કોરિયા પાસે બે લાખ લોકોનું સ્પેશીયલ ટાસ્ક ફોર્સ છે. જેમાનાં કેટલાંક લોકોને જૈવિક હથિયારનું હુમલો કરવાનો પ્લાન અમલમાં મુકવા તૈયાર કરવામાં આવી શકે છે. ઉ.કોરિયાનાં કેટલાંક ફુટી ગયેલાં એજન્ટો જણાવે છે કે ઉ.કોરિયા, તેનાં જૈવિક શસ્ત્રોનું પરિક્ષણ સામાન્ય માનવી પર કરી રહ્યાં છે. આવા બાયોલોજીકલ શસ્ત્રોનો ઉપયોગ કોરીયા કરે તો, વિશ્વનાં સામાન્ય નાગરિકો અને લશ્કરી તાકાત પર તેની સીધી અસર થઈ શકે છે. દેખાતાં દુશ્મનો સામે લશ્કર સામી છાતીએ લડી શકે પરંતુ, જે દેખાતાં નથી તેવાં સૂક્ષ્મ દ્રવ્યનો સામે લડવા માટે અમેરિકન લશ્કર અને વૈજ્ઞાનિકો, હાલમાં લાચાર સ્થિતિમાં આવી ગયાં છે.રીઅર એડમિરલ માયકલ દુમોન્ત દ્વારા અમેરિકન કોંગ્રેસમેન, રેડ લેવુ અને રૂબેન ગેલેગોને એક ખાસ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર કોરીયા જૈવિક શસ્ત્રોનો ખડકલો તૈયાર કરી રહ્યું છે. આ ઉપરાંત ઉ.કોરિયા કેમિકલ વેપન્સ પણ વાપરી શકે છે. રીઅર એડમિરલ માયકલ દુમોન્ત, પેન્ટાગોનનાં જોઇન્ટ સ્ટાફનાં વાઇસ ડિરેકટર છે. ઉત્તર કોરિયા વર્ષોથી તેનાં જૈવિક અને રાસાયણિક શસ્ત્રોનો વિકાસ કરી રહ્યું છે. જો આવું થાય તો, કાઉન્ટર એટેક સ્વરૂપે અમેરિકા પણ જૈવિક અને રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ ઉ.કોરીયા સામે કરી શકે છે.
એક સર્વે પ્રમાણે ઉ.કોરિયા પાસે, ૨.૫૦થી ૫.૦૦ મેટ્રીક ટન જેટલો ઝેરી વાયુનો જથ્થો છે. જેનો ઉપયોગ રાસાયણિક શસ્ત્રો તરીકે થઇ શકે છે. કિમ જોંગ ઉન્સનાં પિતરાઇ ભાઇનું ખૂન કરવા માટે મલેશિયામાં રાસાયણિક શસ્ત્ર તરીકે એકસ એકસ વાયુ વપરાયો હોવાનું કહેવાય છે. ઉ.કોરિયા પાસે, ૪થી ૬ હજાર માઇલ દૂર જઇ શકે તેવાં મિસાઇલ્સ છે જેના ઉપર અડધો ટન રાસાયણિક એજન્ટ લાદીને હુમલો થઇ શકે છે. જો ઉ.કોરિયા, દક્ષિણ કોરિયા સામે રાસાયણીક શસ્ત્ર ઉગામે તો, દ.કોરિયાનાં પાટનગર સિઓલમાં અંદાજે ૨૫ લાખ લોકોને મૃત્યુ થઇ શકે છે.
જાપાની વડાપ્રધાન સિન્ઝો એબેએ ગયા એપ્રિલ મહિનામાં ચેતવણી આપી હતી કે ઉ.કોરિયા સારીન ગેસથી લોડેડ મિસાઇલ વડે જાપાનનાં શહેરોને ટાર્ગેટ બનાવી શકે તેમ છે. આવી જ બીજી ચેતવણી અમેરિકન જાસુસી સંસ્થા એઆઇએનાં અધિકારીએ આપી છે. એઆઇએનાં ડિરેકટર માયકલ મોરેલે ચેતવણી આપતી મુલાકાત આપી હતી. ૨૦૧૨થી ૨૦૧૩ વચ્ચે માયકલ મોરેલે ફોરીન ઈન્ટેલીજન્સ સર્વીસમાં એક્ટિંગ ચીફનાં હોદ્દા ઉપર હતાં. મુલાકાતમાં માયકલ મોરેલે જણાવ્યું હતું કે અમેરિકા (અને વિશ્વ આખા ઉપર) ત્રણ ખતરાં છે. શક્ય છે કે ભવિષ્યમાં રશિયા અને સાથે પરમાણુ યુધ્ધ થાય. બે કુદરતી રીતે વિકાસ પામતાં રોગાણુનો ડિએનએ ડેટા બેઝ બદલીને ખતરનાક જૈવિક હથિયાર બનાવવામાં આવે. જૈવિક શસ્ત્રો અસર પામેલાં લોકોમાંથી ૬૦થી ૭૦% લોકોને મોતને ઘાટ ઉતારી શકે છે. ત્રીજો ખતરો આખા વિશ્વને છે. વાતાવરણમાં આવી રહેલ બદલાવ, વિશ્વનાં લોકોને ભવિષ્યમાં મોત તરફ આગળ વધારી શકે છે.વિદેશ નીતિ એવી બાબત છે જેમાં છાતી ઠોકીને કોઇ વાત કરી શકાય નહીં. જાસુસી સંસ્થાઓ પાસે તેમનાં સ્ત્રોતો હોય છે જે પત્રકારો પાસે હોતા નથી જેનાં કારણે લોકોને મળતી માહિતી અધૂરી હોય છે.
ઉ.કોરિયાની બાબતે આગાહી કરવી અઘરી છે, જે નિષ્કર્ષ નીકળે છે તે ટેન્ટેટીવ / અંદેશા ભર્યો છે. હાવર્ડ બેલ્ફટ સેન્ટરનાં સંશોધકોએ કેટલીક માહિતી અને નિષ્કર્ષ આપ્યો છે.

Related posts

૬૦ વર્ષમાં કોંગ્રેસે કરેલાં કામોની આછેરી ઝલક

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

સરકારને એક વર્ષે લાદ્યુ જ્ઞાન સેનેટરી નેપકિન લક્ઝરી આઈટમ નથી..!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1