Aapnu Gujarat
બ્લોગ

સરકારને એક વર્ષે લાદ્યુ જ્ઞાન સેનેટરી નેપકિન લક્ઝરી આઈટમ નથી..!!?

દેશની કુલ વસ્તીમાં લગભગ અડધી વસ્તી મહિલાઓની છે. ૧૩૦ કરોડ વસ્તીમાંથી લગભગ ૬૦થી૬૫ કરોડ મહિલાઓ છે. મોટા ભાગની મહિલાઓ ગામડાઓમાં રહે છે. સરકાર તેમની ભલાઈ માટે અનેક પગલાં લઈ રહી છે. મહિલા સશક્તિકરણના ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે. બેટી બચાવો-બેટી પઢાવોનું અભિયાન પણ ચાલી રહ્યું છે. મહિલાઓને પોતાની પિડાના ૪-૫ દિવસ સ્વચ્છ અને સારા કપડા મળે તેના માટે અનેક એનજીઓ પ્રયાસ કરી રહ્યા છે. ટીવી માધ્યમ દ્વારા આંતરિયાળ ગામોમાં રહેતી મહિલાઓ પણ સેનેટરી નેપકિનનો ઉપયોગ કરી રહી છે. જે તેમની હેલ્થ માટે જરૂરી છે. એક વર્ષ પહેલાં અડધી રાત્રે ભારે ધૂમ ધડાકા સાથે જીએસટી લાગુ કરવામાં આવ્યા ત્યારે મહિલાઓના સેનેટરી નેપકિનને ફ્રી ન કરતાં તેના પર ટેક્ષ નાંખવામાં આવ્યો. એક વર્ષ પછી જ્યારે ચૂંટણી મોસમ ધીરેધીરે આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારને લાગ્યું કે સેનેટરી નેપકિનને કર મુક્ત કરવામાં આવે કેમ કે આ લક્ઝરી વસ્તુ નથી. એટલે કે આ બાબત સમજવામાં એક વર્ષ થયું.
મહિલાઓ માટે આ એક સારા સમાચાર છે. કમ સે કમ જે ૫-૬ રૂપિયા બચી જશે તેનાથી કપાળે લગાડવાના ચાંદલા આવી જશે. કહેવા માટે એવું પણ કહી શકાય કે પરંતુ ચૂંટણીઓ ન આવતા હોત તો આ વસ્તુ ઉપર ટેક્ષ લેવાતો જ રહેત. સરકારનો આભાર માનવા માટે એક ખબર-પ્રચાર સોશ્યિલ મિડિયા અને અન્ય માધ્યમોથી શરુ થઈ ગઈ છે. નાણાંમંત્રી પિષૂય ગોયલને મહિલાઓ પોતાના હાથમાં બેનરો લઈને તેમને ધન્યવાદ આપી રહી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે સેનેટરી નેપકિન્સ વસ્તુ નથી. મહિલાઓ માટે એક જરૂરી વસ્તુ છે. એક વર્ષ પછી સરકાર યા ટેક્ષ લગાવાવાળા આલા અફસરોને લાગ્યુ કે આ કોઈ મોજશોખની ચીજવસ્તુ નથી.
ચાલો આટલું તો માન્યું પણ એક વર્ષ સુધી આ સેનેટરી નેપકિન પર જીએસટી લાગ્યો કે જેની આવક સરકારને થઈ તે કેટલી છે? મહિલાઓથી કેટલો ટેક્ષ વસૂલવામાં આવ્યો? અને હવે જે ધન્યવાદ મુહિમ ચાલી રહી છે તેની પાછળ નાણાં ખર્ચ થઈ રહ્યા છે જે ટેક્ષ દ્વારા મળી છે? એટલે કે મહિલાઓથી ટેક્ષ વસૂલીને હવે તેમને જ બતાવવા માટે ખર્ચ થઈ રહ્યો છે કે સરકારે તમારા માટે કેટલું સારુ પગલું ભર્યું છે.
લોકસભા ચૂંટણી પછી કઈ એવું ન થાય કે જે જે વસ્તુઓ અને સેવાઓ ઉપર સરકારે રાહત આપી ટેક્ષ ફ્રી કર્યા તેના પર ફરી વાર ટેક્ષ લાગુ ન થાય..! કેમ કે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ટેક્ષ ફ્રીનો લાભ આપ્યો તે ચૂંટણીઓ ખતમ થતાં જ ખતમ ન થઈ જાય. લોકો ઘણા લાંબા સમયથી પેટ્રોલ-ડિઝલને સસ્તા થવાની રાહ જોઈ રહ્યા છે. સરકારે અનેકવાર આશ્વાસન આપ્યા છે કે પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવીને તેની કિંમત ઓછી કરવામાં આવશે પણ આજદિન સુધી એવુ ના થયુ સરકાર પોતાનો આ વાયદો પણ નિભાવે તો ભયોભયો સમજો.

Related posts

ચા ઉપર એક હાસ્ય રચના

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કૉંગ્રેસનું અભયવચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1