Aapnu Gujarat
મનોરંજન

જેકી શ્રોફ બન્યો ટ્રાફિક પોલીસ

જાણીતા ફિલ્મ અભિનેતા જેકી શ્રોફે ટ્‌વીટર પર એક વીડિયો ક્લીપ શેર કરી છે. આ વીડિયોમાં તે લખનઉમાં પોતાની ગાડીમાંથી ઉતરી ટ્રાફિક ક્લિયર કરવતા જોવા મળી રહ્યા છે.
જણાવવામાં આવે છે કે, જેકી શ્રોફ પોતાની અગામી આવનારી ફિલ્મ ’પ્રસ્થાનમ’ના શૂટીંગ દરમ્યાન જુના લખનઉ સ્થિત રૂમી દરવાજા વિસ્તારમાં ગયા હતા, જ્યાં તે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. તે દરમ્યાન તેમણે પોતે ગાડીમાંથી ઉતરી રસ્તો ક્લિયર કરાવ્યો અને પાછા કારમાં બેસી હોટલ જવા રવાના થયા.
આ વીડિયોને જોઈ લાગે છે કે, આનું રેકોર્ડિંગ કદાચ જેકી શ્રોફની ગાડીમાં બેઠેલા કોઈ વ્યક્તિએ જ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, જેકી શ્રોફ તેમની અગામી ફિલ્મ ’પ્રસ્થાનમ’ના શૂટીંગ માટે લખનઉમાં છે. સંજય દત્ત પ્રોડક્શનમાં બની રહેલી ’પ્રસ્થાનમ’ તેલુગુ ફિલ્મની રિમેક છે, જેને દેવા કટ્ટા ડાયરેક્ટ કરીલ રહ્યા છે. આ ફિલ્મમાં સંજય દત્ત, જેકી શ્રોફ, મનીષા કોઈરાલા, અમાયરા દસ્તૂર અને અલી ફઝલ જોવા મળશે.

Related posts

મુબારકા ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સફળતા તરફ

aapnugujarat

उर्मिला का कंगना पर तंज, कहा – ड्रग्स का गढ़ है हिमाचल

editor

‘મને લોકો ખરાબ મહિલા સમજવા લાગ્યા હતા’ : મલ્લિકા

editor

Leave a Comment

UA-96247877-1