Aapnu Gujarat
મનોરંજન

‘મને લોકો ખરાબ મહિલા સમજવા લાગ્યા હતા’ : મલ્લિકા

‘ખ્વાહિશ’ અને ‘મર્ડર’ જેવી ફિલ્મોમાં જોવા મળી રહેલી આ અભિનેત્રી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે, પરંતુ ફિલ્મોમાં બોલ્ડ સીન્સ માટે તેને લોકોના મ્હેણા ટોણા સાંભળવા પડ્યા હતા. જોકે આ દિવસોમાં અભિનેત્રી ફિલ્મ જગતથી ઘણી દૂર છે. હવે તાજેતરમાં જ મલ્લિકાએ પોતાની વ્યથા શેર કરી છે. મલ્લિકાએ કહ્યું, જ્યારે મેં મર્ડરમાં બોલ્ડ સીન્સ આપ્યા હતા ત્યારે લોકોએ મારી નૈતિક રીતે લગભગ હત્યા કરી દીધી હતી. હું એક ખરાબ મહિલા તરીકે જોવામાં આવી હતી. આજે મેં જે બધા દ્રશ્યો આપ્યાં છે તે ફિલ્મોમાં સામાન્ય બની ગયા છે. સમય જતાં, કલાકારો પ્રત્યે લોકોનો અભિગમ બદલાયો છે અને તેમ જ આપણું સિનેમા પણ બદલાઈ ગયું છે. ‘ ૫૦ અને ૬૦ ના દાયકામાં બનેલી ફિલ્મ્સની પ્રશંસા કરતાં મલ્લિકાએ કહ્યું, ‘તે સમયે મહિલાઓ માટે ખૂબ સારા પાત્રો લખવામાં આવતાં હતાં, પરંતુ આપણી ફિલ્મોમાં કોઈ સુંદરતા વધી નથી. હું વર્ષો સુધી સારા પાત્રની રાહ જોતી રહી. ‘
મલ્લિકા શેરાવતે વર્ષ ૨૦૦૩ માં ફિલ્મ ‘ખ્વાહિશ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે પછી તે ૨૦૦૪ માં ફિલ્મ ‘મર્ડર’ માં દેખાઇ, જેણે તે રાતોરાત ચર્ચામાં આવી. ‘ખ્વાહિશ’ અને ‘મર્ડર’ સિવાય અભિનેત્રી બચ કે રેહના રે બાબા, ધ મિથ, પ્યાર કે સાઇડ ઇફેક્ટ્‌સ, શાદી સે પહેલે, ગુરુ, આપકા સુરુર, વેલકમ, દશાવતારમ, નેક્સ્ટ અને પગલી, માન ગયે મુગલે આઝમ, હિસ, ડબલ ધમાલ , ડર્ટી પોલિટિક્સ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Related posts

ટાઇગરને પ્રભાવિત કરવાનું ખૂબ મુશ્કેલ છેઃ દિશા પટણી

aapnugujarat

વાણી અને રણબીર કપુરની શમશેરા ૨૦૨૦માં આવશે

aapnugujarat

તમામની ઓફરોને સ્વીકારી લેવાનો સમય નથીઃ બિગ બી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1