Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેરળમાં વધુ એક આરએસએસના કાર્યકર્તાની હત્યાથી ખળભળાટ

ત્રિશુર જિલ્લામાં રવિવારે આરએસએસના કાર્યકર્તાની હત્યાની ઘટના સામે આવી છે. અને આ હત્યા પાછળ સીપીઆ્રૂએમ)ના કાર્યકર્તાની સંડોવાણી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. સીપીઆ્રૂએમ)ના કાર્યકર્તાની હત્યાના આરોપી એવાં ૨૩ વર્ષના આનંદની નેનમીનીમાં હત્યા કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, “આરએસએસ કાર્યકર્તા આનંદ પોતાની બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે કારમાં આવેલાં સીપીઆ્રૂએમ)ના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.”ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં આનંદને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આનંદ બ્રહ્માકુલમમાં વર્ષ ૨૦૧૩માં સીપીઆ્રૂએમ)ના કાર્યકર્તા કાસીમની હત્યામાં કથિત રીતે સંડોવાયેલો હતો અને તે હાલ જામીન પર બહાર હતો.
પોલીસની શંકા મુજબ આ હત્યા બદલારૂપે કરવામાં આવી હોય શકે છે.આ પહેલાં ભાજપે કેરળમાં આરએસએસ કાર્યકર્તાઓને ટાર્ગેટ બનાવવામાં આવતાં હોવાના આક્ષેપો કર્યાં હતા. ભાજપના આક્ષેપ મુજબ કેરળમાં વર્ષ ૨૦૦૧થી અત્યારસુધીમાં ૧૨૦ આરએસએસ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી હતી, જેમાંથી એકલા કાન્નુરમાં જ ૮૪ લોકોને મોતને ઘાટ ઉતાર્યાં છે.ભાજપના આક્ષેપ મુજબ ગત વર્ષે કેરળના સીએમ પદે પીનારાય વિજયને જ્યારથી આવ્યાં છે ત્યારબાદથી એક જ વર્ષમાં ૧૪ લોકોની હત્યા કરવામાં આવી છે.
જો કે સીપીઆ્રૂએમ)એ ભાજપના આક્ષેપોને ફગાવ્યાં છે અને આરએસએસ અને બીજેપીના લોકો ક્ષેત્રમાં વાતાવરણ ખરાબ કરવાના સતત પ્રયાસો કરે છે તે પ્રતિઆક્ષેપો કરી રહ્યાં છે.
કેરળમાં આરએસએસના કાર્યકર્તાની હત્યાનો આ પહેલો મામલો નથી, રાજ્યમાં છાસવારે આવી ઘટનાઓ સામે આવે છે.આ હત્યાઓના વિરોધમાં હાલમાં જ ભાજપ અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં જન રક્ષા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

બિહારની ૩૯ સીટો પર ઉમેદવાર જાહેર : શત્રુઘ્ન સિંહાની પટણા સાહિબ સીટ ઉપર રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારવાનો નિર્ણય

aapnugujarat

પ્રધાનમંત્રી જનધન યોજનામાં ૫.૮૨ કરોડ એકાઉન્ટ નિષ્ક્રિય

editor

२०१९ का लोकसभा चुनाव बैलट पेपर से करना चाहिए : अखिलेश यादव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1