Aapnu Gujarat
મનોરંજન

દિપિકાને પછાડી કંગના હવે સૌથી વધારે ફી લેનારી સ્ટાર

બોલિવુડમાં અભિનેતા અને અભિનેત્રીઓ વચ્ચે ફીને લઇને વારંવાર ચર્ચા થતી રહે છે. દિપિકાથી લઇને અનેક ટોપ અભિનેત્રીઓએ વારંવાર ફીના મુદ્દે અસમાનતા સંબંધમાં પોતાની નારાજગી વ્યક્ત કરી ચુકી છે. ફિલ્મ પદ્માવતમાં કામ કરતી વેળા દિપિકાએ રણવીર સિંહ અને શાહિદ કપુર કરતા પણ વધારે ફી લીધી હતી. આને લઇને મોડેથી એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યુ હતુ કે તેના દ્વારા આ ફીની માંગ કરવામાં આવી હતી. કારણ કે તે આ ફિલ્મમાં આ રોલ માટે આટલી ફી માટે લાયક હતી. ત્યારબાદ એવી બાબત પણ સપાટી પર આવી હતી કે દિપિકા માત્ર બી ટાઉનન સૌથી ટોપ સ્ટાર જ નથી બલ્કે તે સૌથી વધારે ફી લેનાર અભિનેત્રી પણ છે. હવે તેનો આ તાજ જતો રહ્યો છે. કારણ કે ક્વીન સ્ટાર કંગના રાણાવત ઝાંસીની રાણીની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરવા માટે તેના કરતા વધારે નાણાં મેળવી ચુકી છે. મણિકર્ણકા ધ ક્વીન ઓફ ઝાંસી માટે કંગના રાણાવતે ૧૪ કરોડ રૂપિયાની ફી લીધી હોવાના હેવાલ મળ્યા છે. આ ફી હજુ સુધી કોઇ પણ અભિનેત્રી દ્વારા હાંસલ કરવામાં આવેલી સૌથી વધારે ફી છે. કોઇ એક ફિલ્મમાં કામ કરવા માટે અન્ય અભિનેત્રી દ્વારા લેવામાં આવેલી ફી કરતા આ ફી અનેક ગણી છે. કંગના રાણાવતના કહેવા મુજબ તેની ફી તેના રોલ પર આધારિત રહે છે. કારણ કે દરેક પાત્ર અને ફિલ્મની જુદી જુદી ડિમાન્ડ રહે છે. તેના મુજબ ફી નક્કી કરવામાં આવે છે. ફિલ્મ મણિકર્ણિકા શરૂઆતથી જ વિવાદના ઘેરામાં રહી છે. કારણ કે ફિલ્મને લઇને કેટલાક વિવાદ પહેલાથી જ સપાટી પર આવ્યા છે. પહેલા આ પલ્મ નિર્દેશક કેતન મહેતા બનાવનાર હતા. પરંતુ કંગનાની જરૂર કરતા વધારે દરમિયાનગીરીના કારણે કેતને ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ ફિલ્મના નિર્દેશક કૃષ બન્યા હતા. ફિલ્મ બની ગઇ છે. કૃષ પણ ફિલ્મ છોડી ચક્યા છે. છેલ્લે ફિલ્મના બચી ગયેલા હિસ્સાનુ નિર્દેશન કંગના રાણાવતે પોતાના હાથમાં લીધુ હતુ. કંગનાના વલણથી પરેશાન થઇને સોનુ સુદ અને ફિલ્મમાં કામ કરી રહેલી અન્ય અભિનેત્રી સ્વાતિ સેમવાલ પણ ફિલ્મ છોડી ચુકી છે. થોડાક દિવસ પહેલા જ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મને આગામી વર્ષે ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કંગના રાણાવત બોલિવુડમાં સૌથી સાહસી સ્ટાર પૈકી એક તરીકે રહી છે. દરેક મુદ્દા પર તે ખુલ્લી રીતે નિવેદન કરવા માટે જાણીતી રહી છે. કંગના રાણાવતે થોડાક સમય પહેલા રિતિક રોશનને લઇને કેટલીક ચોંકાવનારી માહિતી જાહેર કરી હતી. જેના કારણે તમામ ચોંકી ઉઠ્યા હતા. રિતિક રોશનની સાથે પ્રેમ સંબંધને લઇને વાત કરી હતી.

Related posts

ગદર ૨ રિલીઝ બાદ ઈમોશનલ થયો સની દેઓલ

aapnugujarat

प्रियंका द्वारा निर्मित किसी फिल्म में थी काम करने की चाह : फरहान

aapnugujarat

अगली फिल्म में पुलिसवाली के रोल में दिखेगी अनुष्का

aapnugujarat

Leave a Comment

UA-96247877-1