Aapnu Gujarat
ગુજરાત

દુધઇ અને આસપાસના ગામોની ૨૫૦૦૦ની વસતીને દુધઇ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર આર્શિવાદરૂપ થશે : સંસદીય સચિવ વાસણભાઇ આહિર

અંજાર તાલુકાના મહત્‍વના દુધઇ ખાતે રૂ.૩.૨૬ કરોડના ખર્ચે આકાર લેનાર સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનું શાસ્‍ત્રોકતવિધિએ ભૂમિપૂજન કરતાં રાજયના સંસદીય સચિવશ્રી વાસણભાઇ આહિરએ દુધઇ અને આસપાસના પાંચાડાના ગામોની ૨૫૦૦૦ જેટલી વસતીને દુધઇ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર આર્શિવાદરૂપ થશે તેવું જણાવતાં વિકાસના વિરોધી વિધ્‍ન સંતોષીઓના અપપ્રચારથી ન ભરમાવવા અપીલ કરી હતી.

તેમણે શુભ કાર્યોમાં સો વિધ્‍ન તેવું વધુમાં જણાવતાં વિકાસના માર્ગે રોડાં નાખનાર તત્‍વોને દુધઇ તેમજ આસપાસની જનતા સબક શિખવીને જ રહેશે તેવો રણટંકાર કરતાં તેમના દ્વારા દુધઇમાં કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી માટે સ્‍વતંત્ર પોલીસ સ્‍ટેશન તો ભૂકંપ પછી બેહાલ દુધઇવાસીઓને તેમની મૂળ જગ્‍યાએજ પુનઃવસન માટે તત્‍કાલિન મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને કરેલ ફાળદાયી રજુઆતનો ઉલ્‍લેખ કરતાં નવી દુધઇ વસાહતની સાથો સાથ જુનું, લોકજીવનનું માનીતું દુધઇ જે પ્રગતિ માર્ગે અગ્રેસર છે તેની તહેદિલથી પ્રસંશા કરતાં દુધઇ પંથકને ભવિષ્‍યમાં પણ કયાંય ઓછું નહીં આવવા દેવાય તેવો સઘિયારો આપ્‍યો હતો.

આ આહિરે તેમના વકતવ્‍યના સમાપનમાં લોકશાહીમાં જનતા જનાદર્ન, ઈશ્‍વરતુલ્‍ય છે તેવું ભાવવિભોર થઇને જણાવતાં દુધઇ ગામની વસતીની સુખાકારી માટે વિગતવાર તેમની ગ્રાંટમાંથી લાખેણી રકમની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે તેમણે આગામી ૧૩મીએ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અંજાર ટાઉનહોલ ખાતેની ગૌરવ યાત્રા, રેલી સભામાં સાંજે ૧૭.૩૦ કલાકે સૌને જોડાવવા, ઉપસ્‍થિત રહેવાનો હાર્દિક અનુરોધ કરતાં સર્વ સંતુઃ નિરામયાનો જય ધોષ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્‍લા બાંધકામ સમિતિના શ્રી હરિભાઇ જાંટીયા, જિલ્‍લા પંચાયત માજી પ્રમુખશ્રી જીવા શેઠ તથા અંજાર તાલુકા ભાજપા પ્રમુખશ્રી શંભુભાઇ આહીરે પ્રાસંગીક પ્રવચનમાં સૌના બેલી એવા વાસણભાઇની વિકાસ માટેની દિન-રાતની ખેવના, નાના, અદનાજણ માટેની સંવેદનાને અનુકરણીય ગણાવી આવા સંનિષ્‍ઠ, ખંતીલા રાજ નેતા આપણને સૌને મળ્યા છે તેને અદકેરું સૌભાગ્‍ય ગણાવ્‍યું હતું.

આ પ્રસંગે દુધઇ તેમજ આસપાસના ગામોના વિવિધ જ્ઞાતિ સંગઠ્ઠનો દ્વારા સંસદીય સચિવશ્રી વાસણભાઇ આહિરનું રાજસ્‍થાની પાઘ, શાલ તથા ફૂલહારે વિશિષ્‍ઠ સન્‍માન કરાયું હતું.

પ્રારંભમાં પ્રસંગ પરિચય, શાબ્‍દિક સ્‍વાગત અંજાર તાલુકા આરોગ્‍ય અધિકારી ડો.રાજીવ અંજારીયાએ કર્યુ હતું.

તો શાલ પુષ્‍પે સંસદીય સચિવશ્રી તથા મહાનુભાવોનું સ્‍વાગત સરપંચશ્રી દેવશીભાઇ મહેશ્‍વરી, ઉપસરપંચશ્રી ધીરુભાઇ પટેલ તથા વડીલ મહિલા અગ્રણીશ્રી રામીબેન ચંદાત તથા ગ્રામ પંચાયત સદસ્‍યગણે કર્યુ હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા અગ્રણીશ્રી ઈશ્‍વરભાઇ પટેલ તથા આભારવિધિ અંજાર તાલુકા ભાજપા મહામંત્રીશ્રી મશરૂભાઇ રબારીએ કરી હતી.

આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયત શાસકપક્ષના નેતાશ્રી જયોત્‍સનાબેન દાસ, અંજાર તાલુકા ભાજપા ઉપપ્રમુખશ્રી વાલાભાઇ આહિર, અંજાર જમીન વિકાસ બેંકના શ્રી મહાદેવભાઇ આહિર, હુશેનશા બાવા, ભાજપા વિસ્‍તારકશ્રી હિતેશ ગઢવી, ભાજપા અંજાર યુવા મોર્ચાના પ્રમુખશ્રી રણછોડભાઇ આહિર, ખીરસરા સરપંચ મામદભા, ટપ્‍પર સરપંચ રમેશ ડાંગર, ચપરેડી સરપંચ દામજીભાઇ, ચાંદરાણી સરપંચ ધનજીભાઇ હુંબલ, અગ્રણીશ્રી રામદેવસિંહ જાડેજા, સરપંચ મનુ મહારાજ, યુસુફશા સરપંચ, સરપંચ શામજીભાઇ આહિર, તાલુકા ભાજપા મહામંત્રી કાના શેઠ, પૂર્વ તા.પં.સભ્‍ય હરિભાઇ કારા ગાગલ, ગણેશ પટેલ, રાણાભાઇ રબારી, ભગત કાકા, હમીર ચોથા, હીરા ધના, બાલુભા સોઢા, ભોગીલાલ સથવારા, શૈલેષ પટેલ, અશ્‍વિનસિંહ ઝાલા, દૂધઇ તથા આસપાસના ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

ચોરી કરેલી બાઈક સાથે ઇસમને ગોધરા બી-ડીવિઝન પોલીસે ઝડપી પાડ્યો.

editor

ભાવનગરના ખોડીયાર તળાવમાંથી મૃતદેહ મળ્યો

editor

વિદ્યાપીઠ હત્યા કેસ : પોલીસે કબજે કરેલો ૫૦ લાખનો માલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1