Aapnu Gujarat
Uncategorized

મંત્રીશ્રી જશાભાઈ બારડના હસ્તે તા. ૧૩ ના રોજ વેરાવળ તાલુકામા વિકાસના કામોનું લોકાર્પણ કરાશે

પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી જશાભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં તા. ૧૨/૧૦/૧૭ ના રોજ સાંજે ૪.૩૦ કલાકે હોટેલ ફર્મ રેસીડન્સ, વેરાવળ ખાતે ભારત સરકારના એમપીડા દ્રારા આયોજીત મત્સ્ય નિકાસકારો સાથે બેઠક યોજાશે.

મંત્રીશ્રી બારડ તા.૧૩ મી ના રોજ સવારે ૯ કલાકે પ્રાથમિક શાળા, ઈન્દ્રોઈ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ તેઓશ્રી ૯.૩૦ કલાકે ઈન્દ્રોઈ અને મોરાજ ગામની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરી ૧૦.૩૦ કલાકે માર્કેટીંગ યાર્ડ કાજલી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં સહભાગી થશે.બપોરે ૩.૩૦ કલાકે પોર્ટ ઓફિસ વેરાવળ અને ૪ કલાકે ૧૦૨ બેડની સરકારી હોસ્પિટલ વેરાવળ અને ડારી ભાલપરા, દેદા પી.એચ.સી. સબ સેન્ટરોના લોકાર્પણ તથા સાંજે ૬ કલાકે હરસિધ્ધી સોસાયટી વેરાવળ ખાતે પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.

મંત્રીશ્રી જશાભાઇ બારડ તા. ૧૪ મી એ સવારે ૧૦.૪૫ કલાકે સુષ્મા સ્વરાજજીના અધ્યક્ષ સ્થાને યોજાનાર મહિલા મોરચાની બેઠકમાં મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.

Related posts

લીંબડી – ધંધુકા હાઈ-વે બંધ કરાયો

editor

આજે ગીર-સોમનાથમાં યુવાકિસન લડત સમિતી દ્વારા જીએસટી પર થતા નુકસાનને લઇને કલેકટરને રજૂઆત કરવામાં આવી

aapnugujarat

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં શ્રી નાનાલાલભાઈ વાનાણીની સ્મૃતિમાં નેત્ર યજ્ઞ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1