Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૩ વર્ષમાં સ્વચ્છ ભારતની પબ્લિસીટી માટે પ૩૦ કરોડ ખર્ચાયા

ર૦૧૪માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કર્યા પછી તેના પ્રમોશન માટે સરકારે અત્યાર સુધીમાં રૂ.પ૩૦ કરોડનું ખર્ચ કર્યુ છે પરંતુ તેની સામે લોકમાં જાગૃત્તા જોઈએ એટલી આવી નથી. સ્વચ્છ ભારત અભિયાન માટે મોટા ભાગનો ખર્ચ એડવડાઈઝિંગ અને પ્રમોશનના કાર્ય માટે કરવામાં આવ્યુ છે. ઉપરાંત સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસ દ્વારા નોર્થ ઈસ્ટ ડેવલપમેન્ટ ફંડની પણ ફાળવણી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ કેમ્પેન માટે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી વધારે એડવર્ટાઈઝિંગ ખર્ચ કરવામાં આવ્યુ છે.
સરકારે સ્વચ્છ ભારત અભિયાન પાછળનો ખર્ચ તેના અન્ય કેમ્પેન બેટી બચાવો બેટી પઢાવો યોજના કરતા ૧પ ગણુ વધારે કર્યો છે.સ્વચ્છ ભારત અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશની ર ઓક્ટોબર ર૦૧૯ સુધી સ્વચ્છ કરવાનો છે જેમાં સર્વ પ્રથમ ૧ર કરોડ જેટલા શૌચાયલ બનાવવાના રહેશે.ઉપરાંત આ અભિયાન દ્વારા રસ્તાઓ અને અન્ય પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સ્વચ્છ કરવાનો છે. સરકારે આ કેમ્પેન દ્વારા ઘરથી ઘર સુધી ૧૦૦ ટકા કચરો એક્ત્ર કરવો તથા નગરમાં વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવવાનો છે.ચાલુ વર્ષે સ્વચ્છ ભારત અભિયાન પાછળ રૂ.૧૬,ર૪૮ કરોડ જેટલુ બેજેટ ફાળવવામાં આવ્યુ છે જે અગાઉના વર્ષના રૂ.૯૦૦૦ કરોડના બજેટની તુલનાએ બમણુ છે. ચાલુ વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત અભિયાન પાછળ રૂ.૩૭ કરોડનું ખર્ચ કર્યુ છે. એક આરટીઆઇના જવાબમાં જણાવવામાં આવ્યુ છે કે સ્વચ્છ ભારત અભિયાન પાછળનો એડવર્ટાઈઝિંગ, એજ્યુકેશન અને કેમ્યુનિકેશન પાછળનો ખર્ચ આ યોજનાનો એક ભાગ છે જેના દ્વારા દેશના નાગરીકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવુ અને શૌચાલયના ફાયદા જણાવવાના છે.
મહત્ત્વની વાતએ છે કે લોકોને જાગૃત કરવા માટેની જાહેરાતો મોટા ભાગે પ્રિન્ટ, રેડિયો અને ટેલિવિઝનમાં કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં દેશના ગ્રામિણ વિસ્તારમાં કેન્દ્રે ફાળવેલી રકમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જ્યારે સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગીદાર તરીકે યુનિસેફ પણ કાર્ય કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ર૦૧૯ સુધી ૮.ર કરોડ શૌચાલય બનાવવાનું લક્ષ્ય રાખ્યુ છે જેના માટે પ્રતિ મહિને ર૩ લાખ શૌચાલય અથવા પ્રતિ મિનિટ પ૬ શૌચાલય બનાવવા પડશે.

Related posts

જમ્મુ કશ્મીર પ્રશાસનની સુપ્રીમને અપીલ, તિહાડ ટ્રાન્સફર કરો ૭ પાકિસ્તાની આતંકી

aapnugujarat

સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદની પરિભાષા નક્કી કરવી જોઈએઃ નાયડૂ

aapnugujarat

अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी को किसी समुदाय के साथ नहीं जोड़ा जा सकता : राष्ट्रपति रामनाथ कॉविंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1