Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય અદાલતમાં કાશ્મીર મુદ્દો લઇ જવાની શક્યતા

પાકિસ્તાને ગુરુવારે સંકેત આપ્યો છે કે આંતરરાષ્ટ્રીય અદાલતમાં કાશ્મીર મુદ્દાને લઈ જાય તેવી શક્યતા છે. પાકિસ્તાને ક્હ્યું છે કે તેઓ આમ ભારતના પગલે ચાલીને કરશે. ભારત દ્વારા કુલભૂષણ જાધવના મોતની સજાના મામલાને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જવાયો છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલને વીકલી મીડિયા બ્રિફિંગમાં સવાલ કરવામાં આવ્યો હતો કે શું પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ લઈ જશે. સીધો હા કે નામાં જવાબ આપવાના સ્થાને મોહમ્મદ ફૈસલે સંકેત આપ્યો છે કે આ મુદ્દા પર કાયદાકીય નિષ્ણાત વિચારણા કરી રહ્યા છે.તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના વિષયને આઈસીજેમાં લઈ જવો એક જટિલ કાયદાકીય સમસ્યા છે. અટોર્ની જનરલ આ વિષય પર કામ કરી રહ્યા છે અને આગામી સમયમાં આના પર કામ કરવામાં આવે તેવી શક્યતા છે. ફૈસલે કહ્યું છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ કાશ્મીર મુદ્દાને ઉઠાવવા માટે પોતાના તરફથી પુરજોર કોશિશ કરી રહ્યું છે. ફૈસલનો આરોપ છે કે તાલિબાન પ્રમુખ મુલ્લા ફઝલુલ્લા અફઘાનિસ્તાનમાં છૂપાયો છે. તે પેશાવર આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાનો આરોપ છે કે ભારતની ગુપ્તચર એજન્સી રૉ પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહી છે.

Related posts

FATF ના ગ્રે લીસ્ટમાં પાકિસ્તાન હજુ રહે તેવી સંભાવના

editor

नक्शे में पीओके को भारत का हिस्सा दिखाने से पाकिस्तान बौखलाया!

aapnugujarat

बांग्लादेश : मस्जिद में धमाका, 14 की मौत

editor

Leave a Comment

UA-96247877-1