Aapnu Gujarat
બિઝનેસ

ગ્રીન કોસ્ટને કારણે પાવર બિલ મોંઘુ થશે

હાલ મોટા શહેરોમાં પ્રદુષણની સમસ્યા ખુબજ વધી રહી છે જેથી સરકારે પાવર કંપની માટેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. દેશની રાજધાની અને અન્ય મોટા શહેરોમાં ધુમ્મસ વિક્રમી સપાટીએ પહોંચતા આરોગ્યને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી સરકારી વીજ કંપનીઓ ઉપર દબાણ વધ્યુ છે. આની સામે દેવાના ડુંગર તળિયે દબાયેલી રિલાયન્સ પાવર, અદાણી પાવર અને જીએમઆર જેવી ખાનગી કંપની તેના કોલસા આધારિત પ્લાન્ટની ક્ષમતામાં ઘટાડો કરવા અબજો રૂપિયાની માંગણી કરી છે.
વૈકલ્પિક રીતે વીજળીના બીલમાં વધારો કરવાની મંજુરી માગી છે પરંતુ દેશમાં સસ્તા દરે વીજળી આપવાની માગ કરવામાં આવી રહી છે. એવામાં વીજ મંત્રાલયના મંત્રીએ જણાવ્યુ હતુ કે, નિયમોમાં ફેરફાર કરવાની માગણી ઉભી થઈ છે જેનાથી પર્યાવરણમાં સુધારો થઈ શકે છે.સરકાર રાજ્ય સંચાલિત નાણાકીય સંસ્થાઓ દ્વારા વીજ ઉત્પાદકોને લોનની સુવિધા પુરી પાડવાની યોજના બનાવી રહી છે. ઈલેક્ટ્રિસિટીના ઉત્પાદકો માટે પાવર ફાઈનાન્સ કોર્પો અને રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પ બે મુખ્ય સરકારી કંપનીઓ છે. અસોસિએશન ઓફ પાવર પ્રોડયુશરના જનરલ ડિરેક્ટરે અશોક ખુરાનાએ સરકારની આ દરખાસ્ત આવકારી છે.અસોસિએશનને આ વર્ષે સરકારને પત્ર લખીને લેખિતમાં જણાવ્યુ હતુ કે, નવી ટેકનોલોજી સ્થાપિત કરવા માટે પ્રતિ યુનિટ રૂ.૦.પ૦થી રૂ.૧.પની રેન્જમાં વધારો કરવાની જરૂર છે. અત્યારે દેશમાં લગભગ પ્રતિ યુનિટના રૂ.પાંચ જેટલુ ખર્ચ થાય છે

Related posts

કુલ ૯ કંપનીઓની મૂડીમાં ૭૨,૬૪૯ કરોડનો વધારો

aapnugujarat

કર્ણાટક ઘટનાક્રમની બજાર ઉપર અસર : સેંસેક્સમાં ઘટાડો

aapnugujarat

નાણામંત્રીએ મોંઘવારીને નકારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1