Aapnu Gujarat
બિઝનેસ

કુલ ૯ કંપનીઓની મૂડીમાં ૭૨,૬૪૯ કરોડનો વધારો

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપની દસ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો થયો હતો. નવ કંપનીઓની માર્કેટ મુડી સંયુક્તરીતે ૭૨૬૪૯ કરોડ સુધી વધી ગઇ છે. છેલ્લા સપ્તાહમાં આરઆઇએલની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો થયો છે. મજબુત માહોલ વચ્ચે છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૪૩૯ પોઇન્ટનો સુધારો થયો હતો. જ્યારે નિફ્ટીમાં ૧૪૫ પોઇન્ટનો સુધારો થયો હતો. જે નવ કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે તેમાં આરઆઇએલ, એચડીએફસી બેંક, આઇટીસી, એસડીએફસી , એસબીઆઇ, એચયુએલ, મારૂતિ સુઝુકી ઇન્ડિયા, ઇન્ફોસીસ અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન બજારમાં તેજી રહી હતી. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન એકમાત્ર ટીસીએસની માર્કેટ મુડીમાં ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ મુડી ૩૫૯૪૬.૦૬ કરોડ સુધી વધીને તેની માર્કેટ મુડી હવે ૪૮૪૭૪૩.૪૨ કરોડ સુધી પહોંચી ગઇ છે. આઇટીસીની માર્કેટ મુડી ૧૨૬૧૦.૮૪ કરોડ વધીને હવે ૪૦૬૦૦૩.૮૪ કરોડ સુધી પહોંચી ગઇ છે. મારૂતિ સુઝુકીની માર્કેટ મુડી ૬૩૮૮૪.૪૬ કરોડ વધીને ૨૨૪૪૨૨.૮૩ કરોડ પહોંચી છે. એસબીઆઇની માર્કેટ મુડીમાં ૫૬૯૭.૧૫ કરોડનો વધારો થયો છે. જેથી તેની માર્કેટ મુડી ૨૪૧૮૭૦.૦૫ કરોડ સુધી પહોંચી ગઇ છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડમાં માર્કેટ મુડી ૩૪૯૫.૬૧ કરોડ વધી જતા તેની માર્કેટ મુડીહવે ૨૩૭૬૦૪.૦૯ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડી અને એએનજીસીની માર્કેટ મુડી છેલ્લા સપ્તાહ દરમિયાન ક્રમશ ૩૩૭૧.૭૯ કરોડ અને ૩૦૧૫.૮૧ કરોડ વધી છે. એચડીએફસીની માર્કેટ મુડી પણ ૨૦૪૬.૮૭ કરોડનો વધારો થયો છે. ઇન્ફોસીસની માર્કેટ મુડી ૮૦.૩૯ કરોડનો વધારો થયો છે. બીજી બાજુ છેલ્લા સપ્તાહ દરમિયાન એકમાત્ર ટીસીએસની માર્કેટ મુડી ૧૯૪૨૭.૯૮ કરોડ ઘટીને ૪૪૬૪૫૦.૧૫ કરોડ થઇ ગઇ છે.
ટોપ ૧૦ કંપનીઓના ચાર્ટમાં માર્કેટ મુડીની દ્રષ્ટિએ હવે રીલાયન્સ પ્રથમ સ્થાને છે. જ્યારે ટીસીએસ બીજા ક્રમાંકે છે. આરઆઇએલે બુધવારના દિવસે ટીસીએસને પાછળ છોડીને માર્કેટ મુડીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને પહોંચી જનાર કંપની બની ગઇ હતી. હાલમાં માર્કેટ મુડી મામલે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી હતી. એસબીઆઇની માર્કેટ મુડીમાં ૧૩૧૬૩.૮૮ કરોડનો ઘટાડો

Related posts

મધ્યમ વર્ગને ટેક્સ રાહતો આપવાની તૈયારીઓ પૂર્ણ

aapnugujarat

બજેટમાં નાના કરદાતાને રાહત મળે તેવી શક્યતા

aapnugujarat

૩ મહિનામાં ભારતીયોએ ખરીદ્યું ૧૪૦ ટન સોનું

editor

Leave a Comment

UA-96247877-1