Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

કર્ણાટક ઘટનાક્રમની બજાર ઉપર અસર : સેંસેક્સમાં ઘટાડો

શેરબજારમાં આજે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભારે ઉતારચઢાવની સ્થિતિ રહ્યા બાદ અફડાતફડી રહી હતી. શરૂઆતી કારોબારમાં સેંસેક્સમાં મોટો ઉછાળો રહ્યા બાદ બપોરના ગાળામાં કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે એચબી કુમારસ્વામીના બનાવવા માટેની કોંગ્રેસની દરખાસ્તને જેડીએસે સ્વીકારી લીધા બાદ શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૩ પોઇન્ટ ઘટીને ૩૫૫૪૪ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી પાંચ પોઇન્ટ ઘટીને ૧૦૮૦૨ની સપાટીએ રહ્યો હતો. પ્રવાહમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની કર્ણાટકમાં છેલ્લે સુધી લીડ રહી હતી. સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી પરંતુ બહુમતિ હાથ લાગી ન હતી. કર્ણાટકમાં મોટી સંખ્યામાં મતદારો હતા જેથી કોંગ્રેસની સાથે સાથે ભાજપની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર લાગી ગઈ હતી. કોંગ્રેસ, ભાજપ અને જનતાદળ એસ દ્વારા એકબીજાને મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. શેરબજારમાં વૈશ્વિક ઉતારચઢાવની અસર પણ જોવા મળી હતી. શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૧ પોઇન્ટ ઉછળીને ૩૫૫૫૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૦૮૦૬ની સપાટીએ રહ્યો હતો.આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલના પરિણામ બુધવારે જાહેર થશે. જેકે ટાયર અને વોલ્ટાજના ૧૭મીએ જાહેર થશે. અશોલ લેલેન્ડ, બજાજ ઓટો, દાલમિયાં ભારત, ડેન નેટવર્કના પરિણામ ૧૮મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. વૈશ્વિક બજારોની વાત કરવામાં આવે તો ૪ મહાકાય બેંકોના પરિણામ પણ આશ્ચર્ય સર્જી રહ્યા છે. ક્રૂડની વધતી કિંમત વચ્ચે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ ભડકો થઇ શકે છે. છેલ્લા સપ્તાહમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પરમાણુ સમજૂતિમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો હતો. જો ઇરાનમાં અંધાધૂંધીના લીધે તેલ કિંમતો નવેસરથી ઉંચી સપાટી ઉપર જશે તો ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર ઉપર તેની પ્રતિકુળ અસર થશે. દરમિયાન ડબલ્યુપીઆઈ ફુગાવો એપ્રિલ મહિનામાં ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં ૨.૪૭ ટકા ડબલ્યુપીઆઈ ફુગાવો હતો જે વધીને હવે ૩.૧૮ ટકા થઇ ગયો છે. શાકભાજી ઘઉંના ભાવમાં ઘટાડો થયો છે.ગઇકાલે જારી કરવામાં આવેલા આંકડા મુજબ ડબલ્યુપીઆઈ ફુગાવો ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ૩.૮૫ ટકા હતો. માર્ચ ૨૦૧૮માં સીપીઆઈ અને ડબલ્યુપીઆઈના આંકડા ક્રમશઃ ૪.૨૮ અને ૨.૪૭ ટકા રહ્યા હતા. કઠોળ, શાકભાજી અને ઘઉં તેમજ ઇંડાની કિંમતોમાં ઘટાડો થયો છે. કિંમતોમાં ઘટાડો થતાં સામાન્ય લોકોને રાહત પણ થઇ છે. શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થયો છે. મેન્યુફેક્ચર્ડ વસ્તુઓમાં ફુગાવો વધીને ૩.૧૧ ટકા રહ્યો છે. જે એક મહિના પહેલાના ગાળામાં ૩.૦૩ ટકા હતો. ઇંડા, ફિશ માટેના ફુગાવામાં પણ ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ ફુગાવામાં વધ્યા બાદ આરબીઆઈ અને સરકારને રાહત મળી શકે છે. ડબલ્યુપીઆઈ ફુગાવો વધતાં આરબીઆઈ અને સરકારની ચિંતામાં વધારો થયો છે. દેશભરમાં હાઈસ્પીડ ડિઝલની કિંમતમાં એપ્રિલ મહિનામાં વધારો થયો છે. એપ્રિલમાં પેટ્રોલની કિંમતમાં ૯.૪૫ ટકાનો વધારો થયો છે જે માર્ચ મહિનામાં ૨.૫૫ ટકાનો વધારો હતો. બીજી બાજુ એલપીજીની કિંમતમાં ૧૧ ટકાના દરે ઉલ્લેખનીય ઘટાડો થયો છે.

Related posts

‘ફીર એક બાર મોદી સરકાર’ના નારા સાથે ભાજપ મેદાનમાં

aapnugujarat

જમ્મુ કાશ્મીર વિધાનસભાને ભંગ કરવાનો નિર્ણય રાજ્યના હિતમાં થયો : રાજ્યપાલ સત્યપાલ મલિક

aapnugujarat

જયલલિતા ક્યારેય સગર્ભા ન હતા : તમિળનાડુ સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1