Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જયલલિતા ક્યારેય સગર્ભા ન હતા : તમિળનાડુ સરકાર

તમિળનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે, સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જયલલિતા ક્યારે પણ સગર્ભા થયા ન હતા. રાજ્ય સરકારે પોતાના આ દાવાને વધુ મજબૂતરીતે રજૂ કરવા માટે કોર્ટમાં વર્ષ ૧૯૮૦માં રેકોર્ડ કરવામાં આવેલા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમનો વિડિયો પણ રજૂ કર્યો હતો. આ મામલો એક મહિલાના એવા દાવાથી ગરમ બન્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જયલલિતા તેની માતા છે. ડિસેમ્બર ૨૦૧૬માં તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. જયલલિતાના મોત બાદ અમૃતા નામની મહિલા તે વખતે સપાટી ઉપર આવી હતી. આ મહિલાએ દાવો કર્યો હતો કે, જયલલિતા તેની માતા છે. ત્યારબાદ આ મહિલાએ દાવો કર્યો હતો કે, જયલલિતાથી તે તેના પોયેસ ગાર્ડન સ્થિત તેમના આવાસ પર અનેક વખત મળ્યા હતા. ત્યારબાદ આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. અમૃતાએ દાવો કર્યો હતો કે, ૧૪મી ઓગસ્ટ ૧૯૮૦ના દિવસે તેનો જન્મ થયો હતો. આ ક્રમમાં રાજ્ય સરકારે કોર્ટમાં ૧૯૮૦ના વિડિયો પણ દર્શાવ્યા હતા. આ વિડિયોમાં જોઇને એમ લાગી રહ્યું નથી કે જયલલિતા સગર્ભા હતા. અમૃતાની અરજી ઉપર મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન તમિળનાડુ સરકારના વકીલ વિજય નારાયણે કહ્યું હતું કે, આ વિડિયોને જોઇને કોઇપણ કહી શકે નહીં કે તે પોતાની પ્રેગ્નેસીના છેલ્લા મહિનામાં છે. એટલું જ નહીં જયલલિતાની પુત્રી હોવાનો દાવો કરીને ડીએનએ ટેસ્ટ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. બીજી બાજુ રાજ્ય સરકારે અમૃતાના તમામ દાવાને ફગાવી દીધા હતા. કોર્ટે આ મામલાની સુનાવણી ૩૧મી સુધી ટાળી દીધી છે.

Related posts

કાશ્મીરમાં આતંક મચાવવા ઘુસણખોરીના પ્રયાસો જારી

aapnugujarat

મારા ક્ષેત્રમાં કોઇ જાતિવાદ કરશે તો તેની ધોલાઇ કરવામાં આવશે : ગડકરી

aapnugujarat

દેશના ઘણાં રાજ્યોમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1