Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ટિ્‌વટર પર મોદી બાદ જેટલી લોકપ્રિય નેતા

કિડનીના સફળ ઓપરેશન બાદ હાલના દિવસોમાં આરોગ્યલાભ લઇ રહેલા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી સક્રિય રાજનીતિથી દૂર થયેલા છે પરંતુ ટિ્‌વટર મારફતે તેમની ઉપસ્થિતિ સતત પુરાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની નીતિના સંદર્ભમાં જેટલી સતત વાત કરતા રહે છે. વિરોધ પક્ષના મામલે પણ જેટલી વાત કરતા રહે છે. ટિ્‌વટ અને બ્લોગના માધ્યમથી જેટલી સતત લખાણમાં વ્યસ્ત રહે છે. ટિ્‌વટર ઉપર તેમના ફોલોઅર્સની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. મોદી સરકારમાં બે નંબરની પોઝિસન ધરાવનાર અરુણ જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ટિ્‌વટર ઉપર સૌથી વધારે પસંદ કરવામાં આવનાર નેતા તરીકે બની ગયા છે. તેમના ફોલોઅર્સની સંખ્યા ૧૩ મિલિયન અથવા તો એક કરોડ ૩૦ લાખ સુધી પહોંચી ગઈ છે જ્યારે મોદીના ફોલોઅર્સની સંખ્યા ૪૩.૨ મિલિયન અથવા તો ૪ કરોડ ૩૨ લાખ સુધી પહોંચી છે. ફેસબુક ઉપર ૩૧ લાખથી વધુ ફોલોઅર્સ રહેલા છે. મોદી ટિ્‌વટર ફોલોઅર્સની સંખ્યાના મામલામાં દુનિયામાં ત્રીજી સૌથી મોટી હસ્તી તરીકે છે. સૌથી વધારે ફોલોઅર્સ પોપ ફ્રાન્સિસ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દુનિયાના સૌથી વધુ ફોલો કરવામાં આવનાર પ્રથમ મહિલા હસ્તી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના ૧૧.૪ અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના ૧૧.૩ મિલિયન ફોલોઅર્સ છે. સાઉદી અરબના શાહ સલમાન રિટિ્‌વટના મામલામાં સૌથી આગળ રહ્યા છે. તેઓએ મે ૨૦૧૭થી મેં ૨૦૧૮ સુધી માત્ર ૧૧ ટિ્‌વટ કર્યા છે પરંતુ તેમના દરેક ટિ્‌વટને સરેરાશ ૧૫૪૨૯૪ રિટિ્‌વટ આપવામાં આવ્યા છે.

Related posts

મોદીએ ભાજપને 2000 રૂપિયાનું ડોનેશન આપ્યું

aapnugujarat

સેન્સેક્સમાં ૭૧ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

I.N.D.I.Aની આગામી બેઠક ભોપાલમાં યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1