Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૭૧ પોઈન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે મંદીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૭૧ પોઇન્ટ ઘટીને ૩૫૫૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ફોસીસ અને ટાટા સ્ટીલના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. ચીન ઉપર અમેરિકી ટેરિફ લાગૂ કરવાની સમય મર્યાદા દેખાઈ રહ્યા છે. તેની અસર પણ જોવા મળી શકે છે.
બીએસઈ સેંસેક્સ આજે ૭૧ પોઇન્ટ ઘટીને ૩૫૫૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૦ પોઇન્ટ ઘટીને ૧૦૮૫૦ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. નેશનલ એલ્યુમિનિયમ કંપની અને વેદાંતાના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇન્ફોસીસ અને એપીઆઈપી ટેકનોલોજીના શેરમાં ઘટાડો થયો હતો. ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમં ૨.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. આજે દિવસ દરમિયાનઇન્ફોસીસના શેરમાં સૌથી વધુ ૪.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એશિયન શેરબજારમાં સતત ચોથા દિવસે કડાકો બોલી ગયો હતો. ટાઇટરેંજમાં કારોબાર થયો હતો. ચીની આયાત ઉપર ટેરિફ લાગૂ કરવાના અમેરિકાના નિર્ણયને લઇને ફાઈનાન્સિયલ બજારો હચમચી ઉઠ્યા હતા. હોંગકોંગના હેંગસેંગમાં ૦.૯ ટકાનો અને શાંઘાઈ કમ્પોઝિટમાં ૦.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. અમેરિકા ચીની આયાત ઉપર ટેરિફ લાગૂ કરવાની તૈયારીમાં છે. આની સીધી અસર વૈશ્વિક બજારો ઉપર થશે. સરકારે તમામ ચીજો માટે એમએસપીમાં વધારો કરતા તેની અસર પણ જોવા મળી હતી. ખેડૂતોને ૫૦ ટકા વધુ રેટ ઉત્પાદન કરતા વધુ આપવાની દિશામાં સરકારે વચન પાળ્યું છે. આજે દિવસ દરમિયાન પ્રવાહી સ્થિતી રહેવાની શક્યતા છે.
માઇક્રો મોરચા ઉપર ભારતની મેન્યુફેક્ચરિંગ સ્થિતિમાં જૂન મહિનામાં સુધારો થયો છે. ડિસેમ્બર ૨૦૧૭ બાદ સૌથી મજબૂત સુધારો થયો છે. હજુ સુધી વર્ષ ૨૦૧૮માં નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાની અસર જોવા મળી રહી છે. બજાર માટે ઉપયોગી ગણાતા નિક્કી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ મે મહિનામાં ૫૧.૨થી વધીને જૂન મહિનામાં ૫૩.૧ થઇ ગયો છે. ભારતના મેન્યુફેક્ચરિંગ અર્થતંત્રમાં સ્થિતિ સૌથી ઝડપથી સુધરી છે. સતત ૧૧માં મહિનામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈનો આંકડો ૫૦ પોઇન્ટથી ઉપર રહ્યો છે. દલાલસ્ટ્રીટમાં હવે જે પરિબળો નજરે પડનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો, માઇક્રો ડેટા, ઓટોના શેર, હાલમાં જ સરકારી કંપની દ્વારા જારી કરવામાં આવેલા આઈપીઓ, યુએસ જોબ ડેટા જેવા પરિબલોની અસર થશે. તાજેતરમાં ચીને ૬૫૯ યુએસ પ્રોડક્ટ ઉપર ૨૫ ટકા ટેરિફ લાગૂ કરવાની તૈયારી કરી લીધી છે. ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ નજર રહેશે. ઓઇલ કિંમતો હાલમાં ફરી એકવાર વધી છે. ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૬૭ પોઇન્ટ ઉછળીને ૩૫૬૪૫ની સપાટીએ રહ્યો હતો.

કોમોડિટીની કિંમતોમાં ભડકો થવાના એંધાણ
ટ્રેડ વોરને લઇને સંકટના વાદળો ઘેરાયેલા છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, જો ટ્રેડવોરની શરૂઆત થશે તો કોમોડિટીની કિંમતો નવી ઉંચી સપાટી ઉપર પહોંચી શકે છે. ભારત ઉપર ટેરિફ વોરની કોઇ પ્રત્યક્ષ પ્રતિકુળ અસર થવાની સંભાવના દેખાઈ રહી નથી પરંતુ પરોક્ષરીતે તેની અસર ચોક્કસપણે થશે. સેકન્ડ ઓર્ડર ઇફેક્ટ જોવા મળી શકે છે. મેકેન્સીમાં ગ્લોબલ સીઈઓ કેવિન સ્નેડરે માહિતી આપતા કહ્યું છે કે, ભારત ઉપર ગ્લોબલ ટ્રેડવોરને લઇને કોઇ પ્રતિકુળ અસર થનાર નથી પરંતુ તેની અસર ચોક્કસપણે રહેશે. સ્નેડરે હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં પ્રવર્તી રહેલા કૌભાંડના મામલામાં પણ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ટ્રેડવોરની અસર ભારત ઉપર નહીવત જેવી થનાર છે. ભારતીય સ્ટીલ નિકાસકારો કુલ ઉત્પાદનને આશરે ૧૦ ટકાનો આંકડો ધરાવે છે. આંકડો ખુબ ગંભીર છે પરંતુ આંકડો ખુબ મોટો નથી. તેમના કહેવા મુજબ કોમોડિટી પર વારે અસર થનાર છે. કેટલીક કોમોડિટીની વૈશ્વિક કિંમતો ઉપર તેની અસર વધારે થશે અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. તેલ કિંમતોના સંદર્ભમાં પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, આને લઇને તેઓ ગણતરી કરી રહ્યા નથી. ભારત અને અન્ય દેશોને તેલના મામલે ચોક્કસપણે અસર થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા ટ્રેડવોરને લઇને કોઇ ખાતરી આપી નથી. ચીન ઉપર યુએસ ટેરિફ લાગૂ કરવાને લઇને સમય મર્યાદા તોળાઈ રહી છે. રોકાણકારો આ બાબતોને સમજી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં આની સીધી અસર દેખાવવાની શરૂઆત થઇ ચુકી છે. અમેરિકા ચીન તરફથી ૫૦ અબજ ડોલરની કિંમતની આયાત ઉપર ટેરિફ લાગૂ કરવાની યોજના ધરાવે છે. બંને દેશો છેલ્લા ઘણા સમયથી ખેંચતાણની સ્થિતિમાં છે. બંને વચ્ચે નિરાશાજનક વેપાર સંબંધો દેખાઈ રહ્યા છે. તાજેતરના સપ્તાહમાં આના કારણે વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં જોરદાર કડાકો બોલી ગયો છે. છઠ્ઠી જુલાઈના દિવસે ૩૪ અબજ ડોલરની કિંમતની આયાત ઉપર ટેરિફ અમલી બની જશે. બીજી બાજુ જો અમેરિકા ટેરિફને અમલી કરશે તો ચીને પણ વળતા પગલા લેવાની ખાતરી આપી છે. આવી સ્થિતિમાં ટ્રેડવોરની સંભાવના દેખાઈ રહી છે.

Related posts

Arvind Limited signs an MoU with Govt. of Gujarat

aapnugujarat

કાળિયાર કેસમાં ‘દબંગ ટાઈગર’ પુરાયો પાંજરે : પાંચ વર્ષની જેલ

aapnugujarat

पीएम मोदी अगले ७ महीनों में १० देशों का दौरा करेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1