Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મિશન ૨૦૧૯ : ૨૫૨ સીટ પર ગઠબંધન થવાની આશા

આગામી લોકસભાની ચૂંટણી માટે કેટલાક વિરોધ પક્ષોએ અત્યારથી જ ભાજપની સામે ચૂંટણી પૂર્વેના ગઠબંધન માટે કામ શરૂ કરી દીધુ છે. આ પાર્ટીઓનો હેતુ દરેક રાજ્ય મુજબ ગઠબંધન કરીને પોત પોતાની રાજકીય શક્તિને વધારી દેવાનો છે. સાથે સાથે આ રાજ્યોમાં ભાજપની સીટોને ઘટાડી દેવાનો પણ હેતુ રહેલો છે. આ મામલા સાથે જોડાયેલા નેતાઓનુ કહેવુ છે કે જુદા જુદા રાજ્યોમાં આ દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. હજુ સુધી સાત રાજ્યોમાં આ પ્રકારના ગઠબંધનની સંભાવના દેખાઇ રહી છે. જે રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ વર્ષ ૨૦૧૪ બાદ ઝડપથી સફળતા હાંસલ કરી છે તે રાજ્યોમાં ગઠબંધન બનાવી દેવાની તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. જે રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ ભાજપની સામે ચૂંટણી પૂર્વે ગઠબંધનની તૈયારી હાથ ધરવામાં આવી છે તેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, તમિળનાડુ, અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. આ સાત રાજ્યોમાં મળીને ૨૫૨ લોકસભા સીટ છે. વર્ષ ૨૦૧૪માં ભાજપે આ સીટો પૈકી ૧૫૦થી વધારે સીટ પર જીત મેળવી હતી. સાથે સાથે એક ડઝન જેટલી સીટ પર તેના સાથી પક્ષોની જીત થઇ હતી. આ સાત રાજ્યોમાં ભાજપની લહેર ઉપરાંત બિન ભાજપ પક્ષો વચ્ચે અંતરના કારણે પણ તેમની હાલત કફોડી બની હતી. જેના લીધે ભાજપની શાનદાર જીત થઇ હતી. તમિળનાડુમાં ભાજપને એક સીટ મળી હતી. જો કે રાજ્યની ૩૯માંથી ૩૭ સીટ મેળવી લેનાર અન્નાદ્રમુક સંસદની અંદર અને બહાર ભાજપના બિન અનૌપચારિક સાથી પક્ષ તરીકે કામ કરે છે. વિપક્ષી પાર્ટીઓ સીટને લઇને વાતચીત સફળ રહ્યા બાદ ગઠબંધનની જાહેરાત કરી શકે છે. હાલમાં આ રાજ્યોમાં પોતાની વોટબેંકને ગઠબંધનમાં ટ્રાન્સફર કરવાના મુદ્દા પર કામ ચાલી રહ્યુ છે. આ રણનિતી વર્ષ ૨૦૦૪ની જેમ રહેશે. એ વખતે વિરોધ પક્ષોએ સાથે મળીને વાજપેયી સરકારને બહાર કરી દેવામાં સફળતા મેળવી હતી. સાથે સાથે કેટલાક રાજ્યોમાં ચૂંટણી પહેલા ગઠબંધન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, અમારુ મુખ્ય ધ્યાન વધુને વધુ રાજ્યોમાં ચૂંટણી ગઠબંધન ઉપર કેન્દ્રિત છે. બચી ગયેલા રાજ્યોમાં ચૂંટણી બાદ બિનભાજપ ગઠબંધનની શક્યતા ચકાસવામાં આવશે. ભાજપને હરાવવા માટે તમામ પક્ષો એક સાથે આવવાનો મતલબ એ થશે કે તેમાંથી કેટલીક પાર્ટીઓને મોટુ મન રાખીને આગળ વધવું પડશે. યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધનનું નેતૃત્વ કરશે. કોંગ્રેસને કેટલાક અન્ય પક્ષોની સાથે ઓછી સીટ સાથે બાંધછોડ કરવાની પડે છે. ઉત્તરપ્રદેશની ૮૦ સીટોમાંથી ૭૧ સીટ ઉપર વર્ષ ૨૦૧૪માં ભાજપે જીત હાસલ કરી હતી. આવી જ રીતે બિહારમાં ભાજપ અને તેના સાથી પક્ષોની પાસે ૪૦થી ૩૯ સીટો છે. આરજેડી, કોંગ્રેસ, શરદ યાદવ જુથ અને જીતનરામ માંઝી એક સાથે આવી શકે છે. આ ગઠબંધનનું નેતૃત્વ આરજેડી કરી શકે છે. બિહારના પડોશી રાજ્ય ઝારખંડમાં જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને બાબુલાલ મરાંડી વચ્ચે ગઠબંધનના પ્રયાસ થઇ રહ્યા છે. ભાજપની પાસે ઝારખંડની ૧૪માંથી ૧૨ સીટો છે. કર્ણાટકમાં જેડીએસ, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે પહેલાથી જ ગઠબંધન છે. તમિળનાડુમાં ડીએમકે અને કોંગ્રેસ કેટલીક અન્ય પાર્ટીઓ સાથે મળીને સાથે આવી શકે છે.

Related posts

શશી થરૂર- અશોક ગહેલાત કોંગ્રેસ પ્રમુખની રેસમાં, રાહુલના નામને લઈ અવઢવ

aapnugujarat

गिरिराज को बिहार का अगला CM बनाने की उठी मांग, बेगूसराय में समर्थकों ने लगाए नारे

aapnugujarat

मुख्यमंत्री के क्षेत्र में सबसे ज्यादा हत्या हुई : अमित शाह ने केरल की जन रक्षा यात्रा में किया दावा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1