Aapnu Gujarat
રાષ્ટ્રીય

કસ્ટોડિયલ ડેથ કેસ : બે પોલીસકર્મીને મોતની સજા

ખાસ સીબીઆઈ કોર્ટે વર્ષ ૨૦૦૫માં ૨૬ વર્ષીય વ્યક્તિની કસ્ટડીમાં મોતના સંબંધમાં બે પોલીસ અધિકારીઓને આજે મૃત્યુદંડની સજા ફટકારી હતી. સહાયક સબ ઇન્સ્પેક્ટર કે જીતકુમાર અને સિવિલ પોલીસ અધિકારી એસવી શ્રીકુમારને આ મામલામાં પહેલા અને બીજા આરોપી તરીકે ગણાવામાં આવ્યા હતા. અહીં ખાસ સીબીઆઈ કોર્ટના ન્યાયાધીશ જે નઝીરે બંનેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. સાથે સાથે દરેકને બે-બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. એમ માનવામાં આવે છે કે, આ પ્રથમ વખત થયું છે જ્યારે કેરળમાં બે સર્વિસમાં રહેલા પોલીસ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. મામલામાં ત્રણ અન્ય આરોપી ટીકે હરિદાસ, ઇકે સાબુ અને અજીતકુમારને પુરાવા નષ્ટ કરવા અને કાવતરા ઘડી કાઢવાના મામલામાં ત્રણ-ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. ત્રીજા આરોપી કેવી સોમનની સુનાવણી દરમિયાન મૃત્યુ થઇ ગયું હતું. જ્યારે અન્ય એક આરોપી વીપી મોહનનને કોર્ટે નિર્દોષ છોડી દીધો છે.
કોર્ટે તમામ આરોપીઓને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ઉદયકુમારને ચોરીના મામલાના સંબંધમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ત્રાસ ગુજારવામાં આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં તેનું મોત થઇ ગયું હતું. ઉદયકુમારને કસ્ટડીમાં લેનાર જીતકુમાર અને શ્રીકુમારને હત્યા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ત્રણને કાવતરા ઘડી કાઢવા અને પુરાવાને નષ્ટ કરવાના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ મામલાને લઇને રાજ્યભરમાં જોરદાર વિરોધ પ્રદર્શનનો દોર ચાલ્યો હતો. ઉદયકુમારની માતા પ્રભાવતીની અરજી બાદ હાઈકોર્ટે ચુકાદા બાદ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી.

Related posts

Pakistan uses Rahul Gandhi’s statement in its UN petition on J&K to further its cause

aapnugujarat

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારોઃ ઈસરો મિલિટ્રી સેટેલાઈટ લોન્ચ કરશે

aapnugujarat

गोवा में सरकार बनाने के कांग्रेस के सपने को शाह ने किया चूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1