Aapnu Gujarat
બિઝનેસ

વોડાફોન ઓફર : ૪૭ રૂપિયામાં ૨૮ દિવસ

વોડાફોન ઇન્ડિયા પોતાના પ્રિપેઇડ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સતત નવા રિચાર્જ પેક લોંચ કરી રહી છે. હવે વોડાફોને ૪૭ રૂપિયાવાળા પેક લોંચ કરી દીધા છે જેની વેલિડિટી ૨૮ દિવસની છે. વોડાફોનના આ નવા પ્રિપેઇડ પેકમાં વોઇસ કોલિંગ, એસએમએસ અને ડેટા જેવા ફાયદા મળે છે. વોડાફોને હાલમાં જ પોતાના બીજા પ્રિપેઇડ પેક અપટેડ કર્યા ન હતા. ટેલિકોમ ટોકના રિપોર્ટ મુજબ ૪૭ રૂપિયાવાળા નવા પેકમાં ૧૨૫ મિનિટ વોઇસ કોલિંગ મિનિટ મળશે. આ મિનિટ લોકલ, એસટીડી અને નેશનલ રોમિંગ માટે ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત ૨૮ દિવસ માટે ૫૦૦ એમસી ટુજી, થ્રીજી અને ફોરજી ડેટા પણ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગ્રાહકોને આ નવા પેકમાં કુલ ૫૦ એસએમએસની પણ ઓફર કરવામાં આવી રહી છે. નોંધ કરવા લાયક બાબત એ છે કે, આ પ્લાનને માત્ર બેલેન્સ ડિડક્શન મોડથી જ એક્ટિવેટેડ કરવામાં આવી શકે છે.
જીયો ફોન ૪૯ રૂપિયાવાળા પેકની સરખામણી કરવામાં આવે તો જીઓના આ પેકમાં એક જીબી ફોરજી ડેટા મળે છે. આ ઉપરાંત જીઓ વગર કોઇપણ એફયુપી લિમિટના અનલિમિટેડ વોઇસ કોલિંગ અને ૫૦ એસએમએસ પણ ઓફર કરે છે. જીઓ ફોન ૪૯ રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી ૨૮ દિવસની છે. વોડાફોને હાલમાં ૪૫૮ રૂપિયાવાળા પ્રિપેઇડ પેક અપગ્રેડ કર્યો હતો. ૪૫૮ રૂપિયાવાળા રિચાર્જ પેકમાં ગ્રાહકોને ટુજીબી ડેટા રોજ મળે છે. આ પેકની વેલિડિટી ૮૪ દિવસની છે. આ પેકમાં ૧.૪ જીબી ટુજી, થ્રીજી અને ફોરજી ડેટા ઓફર કરવામાં આવે છે.

Related posts

अमेजन और फ्लिपकार्ट पर दिए जा रहे छूट से बौखलाया कैट

aapnugujarat

मारुति सुजुकी ने खारिज की वित्तमंत्री की दलील, कहा- ऑटो सेक्टर में मंदी की वजह ओला-उबर नहीं

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૪૮,૩૭૨ કરોડ વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1