Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૪૮,૩૭૨ કરોડ વધી

ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૪૮૩૭૨.૧૬ કરોડનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ ગાળા દરમિયાન સૌથી વધુ નફો કરતી કંપની તરીકે ઉભરી આવી છે. આરઆઈએલ ઉપરાંત ટીસીએસ, એચડીએફસી બેંક, આઇટીસી, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ઓએનજીસીમાં માર્કેટ મૂડીમાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારના દિવસે પુરા થયેલા સપ્તાહના ગાળા દરમિયાન એચડીએફસી, મારુતિ સુઝુકી, ઇન્ફોસીસ, એસબીઆઈની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. શેરબજારમાં ગુરુવાર અને શુક્રવારના દિવસે દિવાળીની રજા રહી હતી. આરઆઈએલની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૨૩૪૬૨.૧ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૫૭૮૬૩૬.૮૭ કરોડ થઇ છે. આવી જ રીતે ટીસીએસની માર્કેટ મૂડી ૬૧૮૩.૧૫ કરોડ વધીને ૪૯૫૬૧૮.૬૩ કરોડ થઇ છે. આવી જ રીતે આઈટીસી માર્કેટ મૂડી ૫૪૮૨.૬૪ કરોડ વધીને ૩૨૯૩૮૪.૮૮ કરોડ થઇ છે. ઓએનજીસીની માર્કેટ મૂડી ૫૨૬૧.૬૩ કરોડ વધીને ૨૨૩૫૫૪.૯૬ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૪૧૭૩.૧૬ કરોડ વધીને ૪૮૩૧૦૪.૧ કરોડ થઇ છે. એચયુએલની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૨૭૩૬૩૩.૩૮ કરોડ નોંધાઈ છે. આની બિલકુલ વિરુદ્ધમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. તેની માર્કેટ મૂડી ઘટીને ૨૧૦૭૯૪.૬૭ કરોડ થઇ ગઇ છે.
મારુતિની માર્કેટ મૂડી ૨૩૫૩૦૮.૨૮ થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૨૦૧૭.૮ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૨૭૯૫૬૪.૨૮ કરોડ નોંધાઈ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૧૭૧૧.૨૬ કરોડ ઘટી ગઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે ટીસીએસ, એચડીએફસી બેંક, આઈટીસી, એચડીએફસી, એચયુએલ, મારુતિ, ઓેએનજીસી, ઇન્ફોસીસના ક્રમ રહ્યા છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૧૫૨ પોઇન્ટનો સુધારો નોંધાતા તેની સપાટી ૩૨૫૮૪ નોંધાઈ હતી.

Related posts

રેપો-રિવર્સ રેપોરેટ, CRRને યથાવત રાખવાનો નિર્ણય

aapnugujarat

બેડ લોનના નિયમોમાં રાહત આપવા રિઝર્વ બેંકનો ઇન્કાર

aapnugujarat

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીનું નિધન

editor

Leave a Comment

UA-96247877-1