Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેપ પીડિતનું મૌન સંબંધની સહમતિ માટે આધાર નથી : દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે એક સગર્ભા મહિલા ઉપર બળાત્કાર ગુજારવા માટે એક વ્યક્તિને ફટકારવામાં આવેલી ૧૦ વર્ષની જેલની સજાને યોગ્ય ઠેરવી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, ભોગ બનેલી પીડિતાના મૌનને સંબંધ સ્થાપિત કરવા માટે સહમતિ આપવાના પુરાવા તરીકે ગણી શકાય નહીં. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, રેપનો શિકાર થયેલી મહિલાના મૌનને સંબંધની મંજુરીના પુરાવા તરીકે ગણવાની દલીલ બિલકુલ અયોગ્ય છે. જસ્ટિસ સંગીતા ઢીંગરા સહગલે રેપમાં દોષિત વ્યક્તિના બચાવ પક્ષની દલીલને બિલકુલ ફગાવી દીધી હતી. જેમાં દલીલ કરવામાં આવી હતી કે, ઘટનાના સંદર્ભમાં ભોગ બનેલી મહિલાનું મૌન સંબંધ સ્થાપિત કરવા માટે તેની મંજુરીના પુરાવા તરીકે છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, આરોપીના બચાવની આ દલીલ માટે કોઇપણ પ્રકારના આધાર નથી. પીડિત મહિલાએ તેની સાથે સંબંધ સ્થાપિત કરવા માટે મંજુરી આપી હતી અને ઘટનાને લઇને મૌન આને પુરાવા તરીકે ગણે છે તેવી દલીલને ફગાવીદેવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, મૌનને સંબંધો સ્થાપિત કરવાનું સહમતિના પુરાવા તરીકે કોઇપણ કિંમતે ગણી શકાય નહીં. ભોગ બનેલી મહિલા પણ કહી ચુકી છે કે, આરોપી તરફથી ધમકી આપવામાં આવી હતી જેથી સહમતિ વગર સંબંધ બનાવવાની બાબત બળાત્કાર તરીકે રહેશે. આની સાથે જ દિલ્હી હાઈકોર્ટે આરોપી શખ્સને ફટકારવામાં આવેલી ૧૦ વર્ષનીજેલની સજાને યોગ્ય ઠેરવી હતી. નિચલી અદાલતે વર્ષ ૨૦૧૫માં સગર્ભા મહિલા ઉપર બળાત્કાર ગુજારવાના મામલા પર આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારી હતી. તે વખતે આરોપી મુન્ના નામનો શખ્સ ૨૮ વર્ષનો હતો. આ શખ્સે ૧૯ વર્ષીય મહિલાની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. હાઈકોર્ટના ચુકાદાને દૂરદર્શી ગણવામાં આવે છે.

Related posts

કિસાનોને સરકારે લખ્યો પત્ર, કહ્યું – આગામી વાતચીતનો સમય અને તારીખ તમે ખુદ નક્કી કરો

editor

रोजगार के मुद्दे पर कुमारस्वामी प्रदर्शनकारियों पर भड़के, सवाल पीएम मोदी से पूछिए

aapnugujarat

વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં ત્રીજુ ખેડૂત બિલ પણ પાસ

editor

Leave a Comment

UA-96247877-1