Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં ત્રીજુ ખેડૂત બિલ પણ પાસ

વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે ત્રીજુ ખેડૂત બિલ પણ રાજ્યસભામાંથી પાસ થઈ ગયુ છે. રાજ્યસભાએ અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાકાની આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવવાના જોગવાઈ વાળા બિલને મંજૂરી આપી. લોકસભાએ ૧૫ સપ્ટેમ્બરે આવશ્યક વસ્તુ બિલ ૨૦૨૦ને મંજૂરી આપી દીધી હતી.
આ બિલમાં ખાદ્ય પદાર્થ જેવા કે અનાજ, દાળ અને ડુંગળીને નિયંત્રણ મુક્ત કરવાની જોગવાઈ છે. બિલમાં જણાવાયુ છે કે અનાજ, કઠોળ, ખાદ્ય તેલ, બટાકા-ડુંગળી આવશ્યક વસ્તુ હશે નહીં. ઉત્પાદન, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન પર સરકારી નિયંત્રણ ખતમ થશે. ફૂડ સપ્લાય ચેનના આધુનિકીકરણમાં મદદ મળશે. ઉપભોક્તાઓ માટે પણ કિંમતોમાં સ્થિરતા બની રહેશે. શાકભાજીની કિંમતો બેગણી થવા પર સ્ટૉક લિમિટ લાગુ થશે.
અગાઉ ૨૦ સપ્ટેમ્બરે કૃષિ સાથે જોડાયેલા બે મહત્વપૂર્ણ બિલને રાજ્યસભાએ વિપક્ષી સભ્યોના ભારે હોબાળા વચ્ચે ધ્વનિમતથી પોતાની મંજૂરી આપી દીધી હતી. સરકાર દ્વારા આ બંને બિલને દેશમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા અત્યાર સુધીના સૌથી મોટા સુધારાની દિશામાં ઉઠાવવામાં આવેલુ મહત્વપૂર્ણ પગલુ ગણાવવામાં આવી રહ્યુ છે.
કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય બિલ ૨૦૨૦, ખેડૂત ઈચ્છા મુજબના સ્થળે પાક વેચી શકે છે. કોઈ મુશ્કેલી વિના બીજા રાજ્યોમાંથી વેપાર કરી શકે છે. છઁસ્ઝ્રના કાર્યક્ષેત્રની બહાર પણ ખરીદ-વેચાણ સંભવ છે. ઑનલાઈન વેચાણ ઈલેક્ટ્રૉનિક ટ્રેન્ડિંગથી થશે. તેનાથી માર્કેટિંગ ખર્ચની બચત થશે, અને શ્રેષ્ઠ ભાવ મળશે. પાકના વેચાણ પર કોઈ ટેક્સ લાગશે નહીં.
મૂલ્ય આશ્વાસન પર ખેડૂત સમાધાન અને કૃષિ સેવા બિલ ૨૦૨૦ રાષ્ટ્રીય સ્તર પર કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વ્યવસ્થા બનશે. રિસ્ક ખેડૂતોનો નથી, એગ્રીમેન્ટ કરનાર પર હશે. ખેડૂત કંપનીઓને પોતાની કિંમત પર પાક વેચશે. ખેડૂતોની આવક વધશે. વચેટિયા રાજ ખતમ થશે. નિર્ધારિત સમયમાં વિવાદ સમાધાનની વ્યવસ્થા કરવામાં આવશે.

Related posts

મહિલાઓને વાર્ષિક રૂ.૨૦ હજારથી વધુની બચત કરાવતા મેન્સ્ટ્રુઅલ ‘પ્યોર કપ્સ’

aapnugujarat

गणतंत्र दिवस पर मुख्य अतिथि होंगे ब्राजील के राष्ट्रपति : मोदी

aapnugujarat

કોરોનાએ આતંક મચાવ્યો : ૨૪ કલાકમાં ૧.૦૩ લાખ કેસ નોંધાયા

editor

Leave a Comment

UA-96247877-1