Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં ભગવો લહેરાયો છતાં પાર્ટી બહુમતિથી દૂર

જેની રાજકીય વર્તુળો અને કારોબારીઓમાં ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ રહ્યો હતો પરંતુ ભાજપ બહુમતિથી થોડાક જ અંતરે રહી ગયા બાદ એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં પાર્ટી પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં રાજકીય ગઠબંધન માટે કાવાદાવા શરૂ થયા હતા. બહુમતિના આંકડા સુધી પહોંચવા માટે કોઇપણ પાર્ટીને ૧૧૨ સીટની જરૂર હતી. એક વખતે પાર્ટીએ ૧૧૨નો બહુમતિનો આંકડો પાર કરીને ૧૨૧ સીટ સુધી લીડ મેળવી હતી પરંતુ છેલ્લે તેની લીડમાં ઘટાડો થયો હતો. ભાજપે કર્ણાટકમાં યોજાયેલી ૨૨૪ વિધાનસભાની કુલ સીટ પૈકીની ૨૨૨માંથી ૧૦૪ સીટો જીતી હતી. ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીને ૭૬ સીટો મળી હતી. જેડીએસ ત્રીજા સ્થાન ઉપર રહી હતી તેને ૩૮ સીટો મળી હતી. અન્યોના ખાતામાં બે સીટો ગઈ હતી. કર્ણાટકમાં મતગણતરી શરૂ થયા બાદથી જોરદાર રોમાંચની સ્થિતિ રહી હતી. કર્ણાટકમાં ચૂંટણી પરિણામથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ફટકો પડ્યો છે. તેમની રણનીતિ ફરીએકવાર ફ્લોપ રહી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકની ચૂંટણીને સેમિફાઇનલ તરીકે તમામ પંડિતો ગણી રહ્યા હતા. ભારે સસ્પેન્સ અને અપેક્ષાઓ વચ્ચે મતગણતરી આજે શરૂ થયા બાદ શરૂઆતમાં જોરદાર સ્પર્ધા ધારણા પ્રમાણે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી હતી. જો કે મોડેથી ભાજપે મજબુત લીડ મેળવી લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મહેનત રંગ લાવી હતી. ભાજપે સૌથી મોટી પાર્ટી બનવામાં સફળતા હાંસલ કરી હતી.
કર્ણાટક ચૂંટણીના પરિણામ પર દેશના કરોડો લોકોની પણ નજર મતગણતરી શરૂ થયા બાદ કેન્દ્રિત થઇ ગઇ હતી. ૧૨મી મેના દિવસે ઉંચુ મતદાન ૭૦ ટકાની આસપાસ રહ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા જીત માટેના દાવા કરવામાં આવી રહ્યા હતા. બીજી બાજુ મોટા ભાગના એગ્ઝિટ પોલમાં ત્રિશકુ વિધાનસભાની વીત કરવામાં આવી રહી હતી જેથી ભાજપ અને કોંગ્રેસ તેમજ જેડીએસ દ્વારા પોત પોતાની રીતે પણ નવા સમીકરણ બેસાડી દેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. મતદાન બાદ કર્ણાટકમાં ભાજપના મુખ્યપ્રધાન પદના દાવેદાર બીએસ યેદીયુરપ્પાએ કહ્યુ હતું કે ભાજપ ૧૨૫થી ૧૩૦ સીટો જીતી જશે જ્યારે કોંગ્રેસ પાર્ટી ૭૦ના આંકડાને પણ પાર કરી શકશે નહીં. તેમના દાવા પણ ખોટા સાબિત થયા છે. ભાજપ તેમના કહેવા મુજબની સીટો જીતવામાં અસફળ રહ્યું હતું. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ચોક્કસપણે ઉભરી હતી. ભાજપની તરફેણમાં જોરદાર મોજુ હોવાનો દાવો પણ યેદીયુરપ્પાએ કર્યો હતો. ૧૨મી મેના દિવસે કર્ણાટકમાં ૫૮૫૪૬ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. સવારે ૭થી લઇને સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલુ હતું. કર્ણાટકમાં ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીમાં ૭૧.૪ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૭૦ ટકા મતદાન થયું હતુ. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૨૧૬ મહિલા ઉમેદવાર સહિત ૨૬૫૪ ઉમેદવારોના ભાવિ ૧૨મી મેના દિવસ બાદ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આજે તેમના ભાવિનો ફેંસલો થયો હતો. બેલાગાવી જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં ૩૭૨૩૫૮૫ મતદારો નોંધાયા હતા. બે મતવિસ્તાર જયનગર અને રાજેશ્વરીનગરમાં મતદાન મોકૂફ કરવામાં આવ્યું હતું. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાંની સાથે જ રાજકીય પક્ષો પોતાના સમીકરણો બેસાડવામાં લાગી ગયા હતા.

કોંગ્રેસનાં સાત ધારાસભ્ય બળવો કરવાનાં મૂડમાં : રિપોર્ટ
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલના તારણ મુજબ જ કોઇ પાર્ટીને બહુમતિ મળી શકી નથી પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી છે. બહુમતિના આંકડાથી દૂર રહી જતાં સત્તા માટે સાંઠગાંઠની રમત શરૂ થઇ ચુકી છે. કોંગ્રેસે ભાજપને સત્તાથી દૂર રાખવા છેલ્લી ચાલ તરીકે જેડીએસના નેતા કુમાર સ્વામીને મુખ્યમંત્રીપદની ઓફર કરી હતી. બીજી બાજુ ભાજપે પણ પોતાની રાજકીય રમતો જારી રાખી હતી અને કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કર્યો હોવાના અહેવાલ મળ્યા છે. મળેલી માહિતી મુજબ કોંગ્રેસના સાત લિંગાયત ધારાસભ્ય જેડીએસને સમર્થન આપવાના મુદ્દે પાર્ટીથી નાખુશ દેખાઈ રહ્યા છે અને બળવાના મૂડમાં આવી ગયા છે. કોંગ્રેસના આ સાત સભ્યોને મનાવવાના પ્રયાસો ભાજપ તરફથી હાથ ધરવામાં આવ્યા છે. બીજી બાજુ બે અન્ય ઉમેદવારોને પણ મનાવવાના પ્રયાસો પણ યુદ્ધના ધોરણે શરૂ કરાયા છે.

Related posts

छत्तीसगढ़ में नक्सलियों ने किया IED ब्लास्ट

aapnugujarat

सरदार सरोवर बांध का जलस्तर बढ़ने से पानी की समस्या में राहत

aapnugujarat

Heavy rainfall lashes parts of Andhra Pradesh

aapnugujarat

Leave a Comment

UA-96247877-1