Aapnu Gujarat
Uncategorized

વિસાવદર બેઠકના ભાજપના ઉમેદવારે પોલીસને આપી ધમકી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ અને વિસાવદરના ઉમેદવાર દ્વારા પોલીસ અધિકારીઓને ખુલ્લેઆમ ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે.તાજેતરમાં બનેલી ઘટનાની મળેલી વિગતો અનુસાર બીજેપી ઉમેદવાર કિરીટ પટેલે જાહેર સભાના મંચ પરથી પોલીસને ધમકી આપતા કહ્યુ છે કે પોલીસ અને અધિકારીઓ જો બીજેપીના ધારાસભ્યને પૂછ્યા વગર કોઇપણ ગામ જશે તો અધિકારીઓને તકલીફ થશે અને તેમના પટ્ટા ઉતારી લેવામાં આવશે.જુનાગઢની વિધાનસભા બેઠક અતિ મહત્વની બનતી જાય છે. કોંગ્રેસ અને ભાજપના જીલ્લા પ્રમુખો આ બેઠક ઉપર લડી રહ્યા છે. હાલ વિસાવદર બેઠક કોંગ્રેસના હર્ષદ રીબડીયા પાસે છે તેને આંચકી લેવા અને સત્તા પ્રાપ્ત કરવા ભાજપના જીલ્લા પ્રમુખ અને ઉમેદવાર કિરીટ પટેલ ધમકીના સુરમાં આવી ગયા હતા. તેમણે પ્રચાર માટે યોજેલી જાહેર સભામાં ખુલ્લે આમ પોલીસ અધિકારીઓને પટ્ટા ઉતારી લેવા સુધીની ધમકી આપી દીધી છે. ત્યારબાદ પણ તેઓ પોતાના નિવેદન ઉપર અડીખમ રહ્યા હતા અને કોંગેસ ઉપર આક્ષેપ કરતા કહ્યુ કે કેટલાક અધિકારીઓ કોંગ્રેસ ધારાસભ્યના કહેવાથી યુવાનોને ગેરમાર્ગે દોરે છે. તેથી કોંગ્રેસના ધારાસભ્ય પણ આ વાતથી ચેતી જાય.

Related posts

ભાવનગરમાં ફરીવાર ખેડૂતો પર પોલીસ દ્વારા અત્યાચાર

aapnugujarat

રથયાત્રાની જળયાત્રાને મળી મંજૂરીે

editor

સોમનાથ વિધાનસભા બેઠક પર એનસીપી ઉમેદવાર જગમાલભાઈ વાળાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1