Aapnu Gujarat
ગુજરાત

નવા નરોડામાં નારી અદાલત ઓનલાઈન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ શહેરનાં નવા નરોડા વિસ્તારમાં ૧૮૧ અભયમ હેલ્પ લાઇન, પોલીસ સમનવાય, ભગવા રક્ષા દળ ટ્રસ્ટ, ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંક અને શ્રીનિધિ સેવા ટ્રસ્ટના સહયોગથી નવા નરોડા વિસ્તારમાં નારી અદાલત ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ૪૦ થી ૪૫ બહેનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મહિલાઓને કાનૂની કાયદાકીય માહિતી આપવામાં આવી હતી તેમજ હાલ ચાલી રહેલી કોરોના મહામારીથી બચવા ફરજીયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનાં બીનલબેન પટેલ, કિંજલબેન, નારી અદાલતના હેતલબેન,, બાપુનગર પોલીસ સ્ટેશનના મહિલા બાળ વિકાસ વિભાગના કોર્ડિનેટર નીતાબેન, શ્રી નિધિ સેવા ટ્રસ્ટના બિંદુ બેન, પોલીસ સમનવય પ્રેસ અને શ્રી નિધિ સેવા ટ્રસ્ટના (શ્રી જય માડી) પંકજ પંચાલ, ભગવા રક્ષા દળના હિમાંશુ શર્મા, આશુતોષ ભાઈ અને તેમના કાર્યકર્તાઓ, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવિણ વેગડા, ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના સીએસઆર મિલન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન:લોકસભા ચૂંટણીમાં બંને પક્ષ ગઠબંધન કરી ભાજપને ટક્કર આપશે

aapnugujarat

સાબરકાંઠાના ૯૧૧ ગામોમાંથી ૪૫૦૦ રાખડીઓ જવાનોને વિજય સૂત્ર રૂપે મોકલાશે

editor

શાળા સલામતી સપ્‍તાહની ઉજવણીનો પ્રારંભ કરાવતા વલસાડ જિલ્લા કલેકટરશ્રી સી.આર.ખરસાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1