Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન:લોકસભા ચૂંટણીમાં બંને પક્ષ ગઠબંધન કરી ભાજપને ટક્કર આપશે

ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી હવે આમદ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ એક સાથે મળીને લડશે તેવી જાહેરાત AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને બંને પાર્ટી INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે.

ચૂંટણીમાં I.N.D.I.Aનું ગઠબંધન NDAને હરાવશે
AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. રાજ્યમાં હાલમાં સીટોની અમે તપાસ કરી રહ્યા છીએ. ભાજપ આ ગઠબંધનથી ડરી ગયું છે અને તેમને ખબર છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.Aનું ગઠબંધન NDAને હરાવી દેશે. પ્રધાનમંત્રીથી લઇને ભાજપના નેતાઓ પણ I.N.D.I.Aને ગાળો આપી રહ્યાં છે.

કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરી અને ચૂંટણી લડીશું
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અમે કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરી અને ચૂંટણી લડીશું. I.N.D.I.Aના ગઠબંધન સાથે ચૂંટણી લડાશે અને અમે એટલી ખાતરી આપે છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણયો લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો નહીં લઈ જઈ શકે.

ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટ ભાજપ શાસનમાં એના નેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના ભુતકાળમાં પણ દાખલાઓ બન્યા છે. આવશે તો ભાજપ કહેનારાઓ ગુજરાતને કેવી રીતે લૂંટી રહ્યાં છે, એ આપણે સૌ જાણીએ છીએ. તાજેતરમાં જ ભાજપમાં ઉકળતો છરું બહાર આવ્યો છે. જેમાં એવી વાત વહેતી થઈ છે કે, વિવિધ યુનિવર્સિટીના ટેન્ડોરોથી લઈને વિવિધ જગ્યાના કૌભાંડોથી માંડીને જમીન કૌભાંડમાં પણ ભાજપના નેતાના નામ ખુલ્યા છે. અને આ ચર્ચાને પગલે રાજીનામા પણ પડ્યા છે. ગુજરાતની જનતાને ટેક્સના પૈસાનો હિસાબ નથી મળતો અથવા તો તે ટેક્સના પૈસા કોઇ ઉલેચી જાય છે તેના પગલે રાજીનામા પડ્યા હતો તો તેની યોગ્ય તપાસ થવી જોઇએ.

Related posts

નવી સરકારમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનો દબદબો

aapnugujarat

Junagadh : પતિ શારિરિક સંબંધ ન બાંધતા પત્નીએ પોલીસ સ્ટેશને કરી ફરિયાદ

aapnugujarat

શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ ડીસા ખાતે સન્માન સમારોહ યોજાયો

aapnugujarat
UA-96247877-1