Aapnu Gujarat
રમતગમત

બેન્કોએ સર્વિસ ચાર્જ, પેનલ્ટીના નામે 5 વર્ષમાં ગ્રાહકો પાસેથી 35,600 કરોડ રૂપિયા ખંખેર્યા

ભારતમાં બેન્કો સર્વિસ ચાર્જિસ તરીકે દર વર્ષે તગડી કમાણી કરી છે જે સંસદમાં રજુ થયેલા આંકડા પરથી સાબિત થાય છે. રાજ્યસભામાં આજે રાજ્યકક્ષાના નાણામંત્રીએ જણાવ્યું હતું કે 2018થી અત્યાર સુધીમાં, એટલે કે છેલ્લા પાંચ વર્ષોમાં બેન્કોએ ગ્રાહકો પાસેથી 35,587 કરોડ રૂપિયા જુદા જુદા સર્વિસ ચાર્જ અને પેનલ્ટી તરીકે વસુલ્યા છે. તેમાંથી 21,044 કરોડ રૂપિયા તો મિનિમમ બેલેન્સ ન રાખવાના કારણે નોન-મેન્ટેનન્સ ચાર્જ તરીકે વસુલવામાં આવ્યા છે.

બેન્કોમાં તમે દરેક ક્વાર્ટરમાં મિનિમમ બેલેન્સ ન રાખો, ATMના વધારાના ટ્રાન્ઝેક્શન કરો અથવા SMS સર્વિસ મેળવો ત્યારે દરેક વખતે બેન્કોને તેમાં કમાણી થાય છે. મોટી સરકારી અને પ્રાઈવેટ બેન્કોએ પાંચ વર્ષના સમયગાળામાં ગ્રાહકો પાસેથી 35,587 કરોડ રૂપિયા મેળવ્યા છે. તેમાં પણ મોટી કોમર્શિયલ બેન્કો આવા ચાર્જિસ વસુલવામાં સૌથી આગળ છે.

છેલ્લા પાંચ વર્ષની અંદર બેન્કોએ મિનિમમ બેલેન્સ ન રાખવાના કારણે જે પેનલ્ટી વસુલી તેની રકમ 21,000 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે તેમ સરકારે સંસદમાં જણાવ્યું છે. રાજ્યકક્ષાના નાણામંત્રી ભગત કરાડે એક પ્રશ્નના જવાબમાં આ જણાવ્યું હતું. બેન્કો દ્વારા વસુલવામાં આવતો ઉંચો સર્વિસ ચાર્જ એક મહત્ત્વનો મુદ્દો છે અને તે અંગે સરકાર સમક્ષ ઘણી ફરિયાદો પણ આવી છે.
આ ઉપરાંત સરકારી માલિકીની બેન્કો તથા એક્સિસ બેન્ક, HDFC બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક વગેરે પ્રાઈવેટ બેન્કોએ વધારાના ATM ટ્રાન્ઝેક્શન માટે 8,289.32 કરોડની વસુલાત કરી હતી. આ ઉપરાંત SMS સર્વિસ પૂરી પાડવા માટે છેલ્લા પાંચ વર્ષમાં ગ્રાહકો પાસેથી 6,254 કરોડની વસુલી કરવામાં આવી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) શું કરે છે?
મંત્રીએ જણાવ્યું કે બેન્કો દ્વારા વસુલવામાં આવતા સર્વિસ ચાર્જિસને રેગ્યુલેટ કરવા માટે RBI 1 જુલાઈ 2015ના રોજ માસ્ટર સર્ક્યુલર લાવી હતી. તે પ્રમાણે બેન્કોને સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન જાળવતા ગ્રાહકો પાસેથી પેનલ્ટી નક્કી કરવાનો અધિકાર છે, પરંતુ તે વાજબી હોવી જોઈએ. આ પેનલ્ટી સર્વિસ પૂરી પાડવાના એવરેજ કોસ્ટ જેટલી ન હોવી જોઈએ. આ ઉપરાંત એસએમએસ મોકલવાના ચાર્જ પણ વાજબી રાખવા માટે આરબીઆઈએ બેન્કોને સલાહ આપી છે.
ATM પર દર મહિને કેટલા ફ્રી ટ્રાન્ઝેક્શન થઈ શકે?
RBIના 2021ના પરિપત્ર પ્રમાણે બેન્કના ગ્રાહકો પોતાની બેન્કના ATMમાંથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ ઉપરાંત બીજી બેન્કોના ATMમાંથી પણ તેઓ ચોક્કસ સંખ્યામાં ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. મેટ્રો શહેરોમાં આવા ત્રણ ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રોમાં પાંચ ટ્રાન્ઝેક્શનની લિમિટ છે. ત્યાર પછી ATMમાંથી રૂપિયા ઉપાડવામાં આવે તો દરેક ટ્રાન્ઝેક્શન દીઠ વધુમાં વધુ 21 રૂપિયા ઉપરાંત સર્વિસ ટેક્સ લાગે છે.

Related posts

કોહલી શ્રેષ્ઠ બેટ્‌સમેન કારણ કે, સ્મિથ રમતો નથી : પોન્ટિંગ

aapnugujarat

સમી પર સંકટના વાદળોઃ ચેક બાઉન્સ મામલામાં થઇ શકે ધરપકડ

aapnugujarat

रोहित-मयंक को आकाश चोपड़ा ने टेस्ट की दूसरी सबसे बेस्ट ओपनिंग जोड़ी बताई

editor
UA-96247877-1