Aapnu Gujarat
રમતગમત

કોહલી શ્રેષ્ઠ બેટ્‌સમેન કારણ કે, સ્મિથ રમતો નથી : પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી અંગે પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. તેને કહ્યું કે, ભારતયી કેપ્ટન વિરાટ કોહલી વિશ્વનો સૌથી શ્રેષ્ઠ બેટ્‌સમેન છે, કારણ કે સ્ટીવ સ્મિથ પર બેન લાગવાના કારણે તે રમી રહ્યો નથી.
જ્યારે પોન્ટિંગને પૂછવામાં આવ્યું કે, દુનિયાનો નંબર વન બેટ્‌સમેન કોણ છે?, આ સવાલના જવાબમાં તેને કહ્યું કે, હાલમાં કોહલી છે, કારણ કે સ્મિથ રમી રહ્યો નથી. જો સ્મિથ હાલમાં રમતો હોત તે દુનિયાનો નંબર વન બેટ્‌સમેન હોત. પોતાના એક મુલાકાતમાં તેને આમ કહ્યું છે.
પોન્ટિંગએ સ્મિથને મહાન ગણાવતાં કહ્યું કે, એશિઝ સહિત ઓસ્ટ્રેલિયાની ઘણી જીતોમાં સ્મિથનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે, જે તેને કોહલીથી આગળ લઈ જાય છે. આ કારણોથી જ મને સ્ટીવ સ્મિથ પર વધુ માન છે.
સાઉથ આફ્રિકાની સામે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ સ્કેન્ડલમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન સ્મિથ એક વર્ષના પ્રતિબંધ હોવાના કારણે હાલ ટીમથી બહાર છે. તેને ૬૪ ટેસ્ટમાં ૬૧.૩૭ની એવરેજથી ૬૧૯૯ રન બનાવ્યા છે, જેમાં ૨૩ સદી છે. જ્યારે તેને ૧૦૮ વનડેમાં ૪૧.૮૪ની એવરેજથી ૩૪૩૧ રન બનાવ્યા છે, જેમાં તેને ૮ સદી ફટકારી છે.
બીજી તરફ વિરાટે ૬૬ ટેસ્ટ મેચમાં ૫૩.૪૦ની એવરેજથી ૫૫૫૪ રન બનાવ્યા છે, જેમાં તેના નામે ૨૧ સદી છે. જ્યારે ૨૦૮ વનડેમાં ૫૮.૧૦ની એવરેજથી ૯૫૮૮ રન બનાવ્યા છે જેમાં તેને ૩૫ સદી ફટકારી છે.

Related posts

एशेज : स्टोक्स की नाबाद शतकीय पारी से इंग्लैंड की रोमांचक जीत

aapnugujarat

કેરિયરના અંતમાં મારી સાથે અનપ્રોફેશનલ વ્યવહાર કરાયો હતો : યુવી

editor

England Tour के लिए पाकिस्तान टीम का ऐलान

editor

Leave a Comment

UA-96247877-1