Aapnu Gujarat
રમતગમત

મોહમ્મદ કૈફે નિવૃત્તિની કરી જાહેરાત

ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. કૈફ લગભગ ૧૨ વર્ષ પહેલા ભારતીય ટીમ તરફથી અંતિમ મેચ રમ્યો હતો. ટીમમાં તે નીચલા મધ્યમક્રમમાં બેટિંગ કરતો હતો. ૩૭ વર્ષનો કૈફ ભારત તરફથી ૧૩ ટેસ્ટ, ૧૨૫ વન-ડે રમ્યો હતો. ૨૦૦૨માં નેટવેસ્ટ સીરિઝની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે લોડ્‌ર્સમાં ૮૭ રનની યાદગાર ઇનિંગ્સ રમીની ટીને જીત અપાવી હતી.
પોતાની નિવૃત્તિની જાહેરાક કૈફે એક ઇમેલ દ્વારા કરી હતી. ઇમેલમાં કૈફે લખ્યું હતું કે હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું. હાલ ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં નેટવેસ્ટ સીરિઝ રમવા ગઈ છે. આ પ્રસંગે નિવૃત્ત થતા કૈફ ભાવુક થઈ ગયો હતો. કૈફે લખ્યું હતું કે હું નિવૃત્ત થઈ રહ્યો છું, તે ઐતિહાસિક નેટવેસ્ટ સિરીઝને ૧૬ વર્ષ થઈ ગયા છે, જેનો હું સભ્ય હતો. ભારત તરફથી રમવું માટે માટે ખુશીની વાત છે.
દક્ષિણ આફ્રિકામાં ૨૦૦૩માં ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ત્યારે કૈફ તે ટીમનો સભ્ય હતો. યુવરાજ સિંહ, કૈફ એ ખેલાડીઓમાં છે જે અંડર-૧૯ ટીમમાંથી ઉભરીને બહાર આવ્યા હતા. કૈફે ઉત્તરપ્રદેશ તરફથી રણજી ટ્રોફી પણ જીતી હતી.

Related posts

आईसीसी टी20 रैंकिंग : राहुल दूसरे स्थान पर पहुंचे

editor

विंडीज ने 3-0 से जीती सीरीज

aapnugujarat

एंडरसन, ब्रॉड के साथ खेलना सौभाग्य की बात : रूट

editor

Leave a Comment

UA-96247877-1