Aapnu Gujarat
મનોરંજન

સોનાલી બેન્દ્રેના કેન્સરનું મુખ્ય કારણ તે પોતે જ..?!!

બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે થોડા દિવસ પહેલા જ પતાના ટ્‌વીટર એકાઉન્ટ પર પોતાને ગ્રેડ કેન્સર હોવાનો ખુલાસો કર્યો હતો. તે હાલમાં ન્યૂયોર્કમાં સારવાર લઈ રહી છે. જોકે હવે સોનાલીનો જે રિપોર્ટ આવ્યો છે તેમાં કેન્સર થવાના કારણો વિશે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.
એક ન્યૂઝ વેબસાઈટની રિપોર્ટ મુજબ તેના મેડિકલ રિપોટ્‌ર્સથી ખુલાસો થયો છે કે સોનાલીની બેદરકારીના કારણે તેને કેન્સર થયું છે. હકીકતમાં ડોક્ટર્સનું કહેવું છે કે સોનાલીની બેદરકારીના કારણે જ તેને આ બીમારીને આટલા આગળના સ્ટેજ સુધી પહોંચ્યા બાદ જાણ થઈ.
જાણકારી મુજબ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને લાંબા સમયથી શરીરમાં દુખાવાની ફરિયાદ હતી, જેને તે અવગણી રહી હતી. જ્યારે તેની આ બીમારી ખતરનાક સ્ટેજ પર પહોંચી ગઈ તો તેને ટેસ્ટ કરાવ્યા, જેમાં તેને કેન્સર હોવાની વાત સામે આવી. આટલું જ નહીં આ દરમિયાન તેને એમ પણ જાણ થઈ કે તેનું કેન્સર લાસ્ટ સ્ટેજ પર પહોંચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન પણ‘ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર’ નામના કેન્સરની સારવાર લંડનમાં કરાવી રહ્યો છે. ઈરફાને પણ આ બીમારી વિશે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને જાણકારી આપી હતી. આ પહેલા પણ બોલિવૂડ એક્ટ્રેસ મનિષા કોઈલારા કેન્સરની બીમારી સામે લડીને જંગી જીતી ચૂકી છે. જોકે બોલિવૂડ સ્ટાર્સની લાઈફસ્ટાઈલના કારણે તેઓ આવી ગંભીર બિમારીનો શિકાર થઈ રહ્યા છે, તેમ પણ સામે આવ્યું હતું.

Related posts

મોટા રોલ ન મળ્યા હોવા છતાં સની લિયોન સંતુષ્ટ

aapnugujarat

એતરાજ-૨ ફિલ્મનું શુટિંગ વર્ષનાં અંત સુધી શરૂ કરાશે

aapnugujarat

પ્રભાસ સાથે સાહો ફિલ્મના શુટિંગમાં શ્રદ્ધા વ્યસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1