Aapnu Gujarat
રમતગમત

પાકિસ્તાની ક્રિકેટર ફવાદ આલમનો દેશ છોડવા નિર્ણય

આઈસીસીવનડે વર્લ્ડ કપ ૨૦૨૩ને બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ આઈસીસીટૂર્નામેન્ટની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાન માટે ૧૯ ટેસ્ટ, ૩૮ વનડે અને ૨૪ટી૨૦ ઈન્ટરનેશનલ રમનાર બેટ્‌સમેન ફવાદ આલમે દેશ છોડવાનો નિર્ણય લીધો છે. હવે તે અમેરિકામાં રમતા જોવા મળશે. ૩૭ વર્ષીય ફવાદ આલમે ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ પહેલા ૯ વધુ ખેલાડીઓ દેશ છોડીને અમેરિકા ચાલ્યા ગયા છે. કેટલાક ખેલાડીઓ તાજેતરમાં ટી૨૦ લીગ મેજર લીગ ક્રિકેટની પ્રથમ સિઝનમાં રમતા જોવા મળ્યા હતા.ફવાદ આલમ વર્ષ ૨૦૦૯માં ટી૨૦ વર્લ્ડ કપ જીતનાર પાકિસ્તાની ટીમનો ભાગ હતો. જો કે ડિસેમ્બર ૨૦૧૦થી તેને ટીમ માટે ટી૨૦ રમવાની તક મળી નથી. તેણે પાકિસ્તાન માટે છેલ્લી મેચ જુલાઈ ૨૦૨૨માં રમી હતી. અગાઉ શમી અસલમ, હમ્માદ આઝમ, સૈફ બદર, એહસાન આદિલ, રમીઝ રાજા જુનિયર, સાદ અલી,મુખ્તાર અહેમદ, નૌમાન અનવર અને મોહમ્મદ મોહસીન પણ ઘરેલું ક્રિકેટ છોડીને અમેરિકામાં સ્થાયી થયા છે. ભારતના કેપ્ટન તરીકે અંડર-૧૯ વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર ઉન્મુક્ત ચંદ પણ નિવૃત્તિ લઈ અમેરિકા ચાલ્યા ગયા છે.
ફવાદ આલમ હવે અમેરિકામાં માઇનોર લીગ ટી૨૦ ક્રિકેટમાં શિકાગો કિંગ્સમેન માટે ઘરેલું ખેલાડી તરીકે રમશે. ફવાદે ૧૨૦ટી૨૦ મેચમાં ૩૧ની એવરેજથી ૨૨૫૮ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૧૩ ફિફ્ટી પણ ફટકારી છે અને તેનો બેસ્ટ ૭૦ રન છે. સ્પિનર તરીકે ફવાદ આલમે ટી૨૦માં ૪૯ વિકેટ લીધી છે. આવતા વર્ષે અમેરિકામાં ટી૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. અમેરિકામાં ક્રિકેટના વધતા ક્રેઝને કારણે દુનિયાભરના ખેલાડીઓ ત્યાં પહોંચી રહ્યા છે. તેમાં ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પણ સામેલ છે.

Related posts

जर्मनी को हराकर स्वीडन ने बनाई सेमीफाइनल में जगह

aapnugujarat

इंडिया U-19 ने बांग्लादेश को हराकर जीती त्रिकोणीय वनडे सीरीज

aapnugujarat

बांगलादेश को हराकर भारत ने 7वीं बार जीता अंडर-19 एशिया कप

aapnugujarat
UA-96247877-1