Aapnu Gujarat
Uncategorized

જયેશ રાદડિયાની મધ્યસ્થી બાદ જેતપુરમાં તબીબોએ હડતાળ સમેટી

જેતપુર પાલિકા પ્રમુખના દિયર દ્વારા સંજીવની હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફ સાથે મારામારી કરાઈ હતી જેના વિરોધમાં જેતપુરની તમામ ખાનગી હોસ્પિટલનો સ્ટાફ અને મેડિકલ સ્ટોરના માલિકો ઉતરી ગયા હતાં. જેતપુર મેડીકલ એસોસિએશનના સભ્યો કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને સાંસદ રમેશભાઈ ધડુકને મળ્યા હતાં. લગભગ એક કલાકની મિટિંગ બાદ મંત્રી જયેશ રાદડિયા અને સાંસદ રમેશ ધડુકની સમજાવટ બાદ હડતાળ સમેટી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં મેડીકલ સ્ટાફ સાથે મારામારી અને અભદ્ર વર્તનના કિસ્સાઓ ઘણાં વધતા જાય છે જેને કાબુમાં લેવા જોઈએ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.


(અહેવાલ :- જયેશ સરૈવયા જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

ધોરાજીમાં સાત કેસ પોઝિટિવ સિવિલમાં ૭૦ બેડ આપવા માંગ

editor

જયેશભાઈ રાદડીયા સંચાલીત શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ-જામકંડોરણા ખાતે રમતોનું આયોજન

editor

સુરેન્દ્રનગરમાં રહસ્યમય રીતે ૧૯ ગાયનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1