Aapnu Gujarat
ગુજરાત

દિયોદર તાલુકાના કોતરવાડા મેન નર્મદા કેનાલથી ફુલપુરા જતો રસ્તો બિસ્માર

રાજ્ય તેમજ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જયાં જયાં ખેડૂતો રહેતા હોય જેમને કોઈ જાતની અગવડતા ઉભી ના થાય એવા જરૂરિયાત વાળા રસ્તાઓ ભંગાણ હાલતમાં જોવા મળી રહ્યા છે અને એ રસ્તાઓ સમારકામ કરવા માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે પણ અમુક રાજકીય વ્હાલા દોહલા નીતિ જોવા મળી રહે છે ત્યારે દિયોદર તાલુકાના કોતરવાડા ગામે મુખ્ય નર્મદા કેનાલથી ફુલપુરા જતો કાચો રસ્તો બહુ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે અને આ રસ્તા ની આજુબાજુ માં ૭૦ જેટલા ખેડૂતો જેમના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે જેમને કોતરવાડા ગામમાં કે પછી ભાભર, દિયોદર, થરાદ જેવા શહેરમાં આવેલા ખાનગી દવાખાને જવુ હોય તો પણ ભારે પડી રહ્યું છે એટલું જ નહી પણ અત્યારે આવી કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઈડ લાઈન મુજબ શાળાઓ બંધ છે નહીંતર શાળાએ બાળકોને અવરજવર થવું ભારે પડે છે ત્યારે આ રસ્તા વિશે સુબાજી ઠાકોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ૭૦ જેટલા ખેડૂતો રહે છે અને અમે બધા ભેગા મળીને ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાને અને કોતરવાડા જીલ્લા પંચાયત ડેલીકટ નરસિંહરબારીને અને ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયતના ડેલીકટ અને બનાસકાંઠા ભાજપ જીલ્લા પ્રમુખ કેશાજી ચૌહાણને વારંવાર રજુઆતો કરવા છતાં આ અમારા રસ્તાનું સમારકામ તેમજ રૂપા ગૌચિજે તળાવ આવેલ છે ત્યાં ગરનાળુ મુકવામાં આવતું નથી જેની અમારી રાડ ફરિયાદ કોઈ સાંભળતુ નથી જેથી ગત ચુટણીમાં મેલી મથરાવટી રાજકીય આગેવાનો મીઠું મીઠું બોલી ને ખોટા વચનો આપીને ગયા છે જેમના માટે ગ્રામપંચાયત થી માંડી ને છેક સાંસદ સભ્ય ની ચુટણી સુધી અમે બધા ખેડૂતો ચુંટણીનો બહિષ્કાર કરવા ના છીએ ત્યારબાદ જયંતિજી ખાંનાજી ઠાકોરે કહ્યું હતું કે અહીં બે લોકો એટલા બધા બીમાર પડ્યા છે કે હદ ના પુછો પણ એમને દવાખાને જવુ હોય તો કયા થી થઇ ને જાય અને એટલું નહીં પણ અહીં૧૦૮ વાન બોલાવાની થાય તો પણ અહીં આવી શકે તેમ નથી ત્યારે આ રસ્તા વિશે જીલ્લા કલેકટર અહીં જાતે આવીને આ ખેડૂતોની મુલાકાત લે અને જેમના રસ્તાનું સમારકામ તેમજ રૂપા ગૌચર પાસે ગરનાળુ મુકવામાં જલદી આવે તેવી માંગ છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ,દિયોદર)

Related posts

વડોદરમાં મહિલાને બંધક બનાવી ૨૨ લાખના દાગીનાની લૂંટ

aapnugujarat

૩.૫ લાખ વિદ્યાર્થીને ટેબ્લેટ આપીને સરકારે ક્રાંતિ કરી છે : ડો. જગદીશ ભાવસાર

aapnugujarat

ગુજરાતના નવા મુખ્યપ્રધાને શપથ ગ્રહણ કર્યા

editor

Leave a Comment

UA-96247877-1