Aapnu Gujarat
ગુજરાત

૩.૫ લાખ વિદ્યાર્થીને ટેબ્લેટ આપીને સરકારે ક્રાંતિ કરી છે : ડો. જગદીશ ભાવસાર

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડો. જગદીશ ભાવસારે એક અખબારી યાદીમા ંજણાવ્યં છે કે, ગુજરાત રાજ્યની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળની પારદર્શક અને ગતિશીલ સરકાર દ્વારા ગુજરાતના વિવિધતમ ક્ષેત્રો અને વિભાગોને સાંકળને અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે. ગુજરાતની જનતા જનાર્દનને સૌની હિતચિંતક સરકારનો અનુભવ થયો છે. કોંગ્રેસ પાસે કોઇ જ મુદ્દા નથ. કોંગ્રેસ પરિણામ પહેલા ગુજરાતની ૨૦૧૭ન ચૂંટણીની પરક્ષામાં નાપાસ થઇ ગઇ છે. જગદીશ ભાવસારે રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વિધવા મહિલાઓને આપવામાં આવતી પેન્શનની રકમ ૧૦૦૦ કરને ૧.૨ લાખ વિધવા મહિલાોને લાભ આપ્યો છે. ગરીબો અને વંચિતો માટેની વિકાસ યોજનાઓના સરળતાથી અમલીકરણ કરીને કેન્દ્ર સરકારના સતત ૧૪ વર્ષથી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ગુરાતના ગૌરવ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં દિવ્યાંગ ભાઈઓ-બહેનોને ૯૦૦ વ્હીલચેર વિતરણ, ૨૫૦૦ હિયરિંગ એડ્‌સ વિતરણ કરવાનો કાર્યક્રમ નવસારી ખાતે યોજાયો હતો. દિવ્યાંગોને સહાય વિતરણના આ સંવેદનશીલ કાર્યક્રમે રેકોર્ડ નિર્માણ કરવાનું કાર્ય કર્યું હતું. ૨૭ જૂન, ૨૦૧૭ના રોજ રાજકોટ ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સંયુક્તરુપે આયોજિ કાર્યક્રમે પણ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો જે સરકારની મોટી સિદ્ધિ છે. જગદીશ ભાવસારે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતની ભાજપ સરકાર યુવા સ્વપ્નાઓને સાકાર કરનારી સરકાર છે. ૨૦૧૭-૧૮ના બજેટમાં કોલેજના યુવાનોને ટેબ્લેટ આપવાની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી તેનો અમલ ત્વરિત ધોરણે કરીને નવા શૈક્ષણિક સત્રમાં પોલીટેકનિક અને કોલેજોમાં ધોરણ ૧૨ પાસ કરને કોલેજમાં દાખલ થનાર ૩.૫ લાખ વિદ્યાર્થીઓને ૧૦૦૦ રૂપિયાના ટોકન ધોરણે ટેબ્લેટ આપવામાં આવ્યા છે. આ સરકાર યુવાનોની હિતરક્ષક સરકાર છે તે સાબિત કર્યું છે. જગદીશ ભાવસારે અંતમાં જણાવ્યું હતું કે, સરકાર પ્રાથમિક શાળાઓને આધુનિક સુવિધાઓ આપવા માટે ડિજિટલ ક્લાસરુમની સરકારે શરૂઆત કર છે. ૩૧૦૦ ક્લાસીસના ૮૪૦૦૦ છાત્રોને તેનો લાભ આપી ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમ ધોરણ ૭, ધોરણ ૮ના બાળકો માટે અમલી કર્યો છે. જેનાથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે. ગુજરાતની જનતા માટે અને ભાવિ પેઢી માટે અગણિત કાર્યો પ્રારંભ કરી અમલી કર્યા છે.

Related posts

દિયોદરના લુદ્રા ગામમાં રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરનું સન્માન કરાયું

aapnugujarat

અનુસુચિત જાતિ હિતરક્ષક સંઘની બેઠક મળી

aapnugujarat

પશ્ચિમ રેલ્વેની ZRUCCની કમિટીમાં વિરમગામના નવદીપસિંહ વી. ડોડીયા ચુંટાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1