Aapnu Gujarat
ગુજરાત

દિયોદરના લુદ્રા ગામમાં રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરનું સન્માન કરાયું

દિયોદર તાલુકાના લુદ્રા ગામમાં રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યસભા સાસંદ જુગલજી ઠાકોર ભાભર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાથી દિયોદર ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ અને લુદ્રા ગ્રામજનો દ્વારા સાસંદ બન્યા બાદ પહેલી વખત દિયોદર આવતા હોવાથી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કર્યું હતું અને ગ્રામજનોએ ફુલહાર પહેરાવી સાસંદ અને ઠાકોર સમાજનાં આગેવાનનું સન્માન કર્યું હતું. જુગલજી ઠાકોરે ગ્રામજનો તેમજ ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના હોદેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્ય સરકારમાં રહી સમાજ માટે તેમજ દરેક લોકો માટે વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ બન્યા હતા. આ પ્રસંગે દિયોદર જી.કે.ટી.વી.એસ.દિયોદરના પ્રમુખ મનુજી રાઠોડ, તેમજ જગદીશ ઠાકોર, દેહળાજી ઠાકોર, દિનેશજી ઠાકોર,જીવણજી એસ. ઠાકોર, ભરતજી ઠાકોર(જાડા),ચંદુજી ઠાકોર, વિષ્ણુજી લુદરિયા સહિત ગામનાં આગેવાનો અને ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના સભ્યો હાજર રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

अहमदाबाद में 7 लाख लोगों को दी जाएगी कोरोना वैक्सीन

editor

ટીમના વિદેશપ્રવાસોમાં ચેતેશ્વર પૂજારા મહત્વની ભૂમિકા ભજવે છેઃ સૌરવ ગાંગુલી

aapnugujarat

भगवान जगन्नाथजी रजवाडी वेश में नगर यात्रा पर निकलेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1