Aapnu Gujarat
ગુજરાત

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સભ્યપદેથી આર.જી. શાહને દૂર કરાયા

ગુજરાત બાર કાઉન્સીલની આજરોજ મળેલી અસાધારણ સભામાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં ગુજરાત બાર કાઉન્સીલ તરફથી પ્રતિનિધિત્વ કરતાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય આર.જી.શાહને સર્વાનુમતે સભ્યપદેથી દૂર કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે આર.જી.શાહે ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટાયેલી પાંખને વિશ્વાસમાં લીધા સિવાય અંધારામાં રાખીને કોઇપણ જાતની મંજૂરી વિના બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં સ્ટેટ વેરીફિકેશન કમીટીમાં ના ચૂંટાયેલ હોય તેવા તેમના અંગત ધારાશાસ્ત્રીઓને બારોબાર સભ્ય તરીકે નિમણૂંક આપી દેતાં ભારે વિવાદ સર્જાયો હતો અને આખરે આર.જી.શાહને આજે બીસીઆઇના સભ્યપદેથી દૂર કરાયા હતા. ગુજરાત બાર કાઉન્સીલના વાઇસ ચેરમેન નલીન ડી.પટેલ અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કિશોર આર.ત્રિવેદીના વડપણ હેઠળ મળેલી ખાસ અસાધારણ સભામાં શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના બાર કાઉન્સીલના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં ગુજરાત બાર કાઉન્સીલ તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે નવા સભ્યની ચૂંટણી તા.૨૬મી નવેમ્બરે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વેરીફિકેશનની કામગીરી સમયસર પૂર્ણ ના થાય અને સમયસર ચૂંટણી ના થાય અને લાંબા સમય સુધી પોતે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં પ્રતિનિધિત્વ કરી શકે તેવો આશય સામે આવતાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે આર.જી.શાહને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્યપદેથી દૂર કરી દીધા હતા. આ સિવાય, ગુજરાત બાર કાઉન્સીલની ટર્મ તા.૧૭-૧૨-૨૦૧૭ના રોજ પૂર્ણ થતી હોઇ તા.૧૮-૧૨-૨૦૧૭થી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીના વડપણ હેઠળ રચાનારી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સ્પેશ્યલ કમીટીમાં ડી.કે.પટેલ અને બહાદુરસિંહ જાડેજાને સભ્યો તરીકે નિયુકત કરવાનો પણ બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. સાથે સાથે ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી સમયસર થાય, મતદાર યાદી સમયસર તૈયાર થાય અને વેરીફિકેશન કામગીરી બાબતે સેન્ટ્રલ વેરીફિકેશન કમીટી તેમ જ સુપ્રીમકોર્ટમાં અસરકારક રજૂઆત કરી શકાય તે હેતુથી તા.૧૮-૧૨-૨૦૧૭થી સ્પેશ્યલ વેરીફિકેશનની એડહોક કમીટીના સભ્યોની નિમણૂંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Related posts

સિવિલમાં એક દિવસનું તાજુ જન્મેલું બાળકને ત્યજી દેવાયું

aapnugujarat

કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા સુચવાયેલા ૪૯ ઇન્ડીકેટર્સ મુજબ મહત્વાકાંક્ષી (Aspirational) જિલ્લા તરીકે નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની દિશામાં “ટીમ નર્મદા” કટિબધ્ધ

aapnugujarat

વિજાપુર એસ.પી.જી. ગ્રુપ દ્વારા લવ જેહાદ મામલે આવેદનપત્ર સોંપાયુ

editor

Leave a Comment

UA-96247877-1