Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે કમરકસી લીધી છે. કોંગ્રેસે પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. આ સ્ટાર પ્રચારકોની યાદમાં સોનિયા ગાંધી અને નવજોત સિદ્ધૂનો સમાવેશ થાય છે. રાજયમાં આગામી માસમાં ૯ તેમજ ૧૪ એમ બે તબકકામા રાજય વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે મતદાન હાથ ધરવામા આવનાર છે.આ અગાઉ કોંગ્રેસ દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં તેના જે નેતાઓ ચૂંટણી પ્રચાર કરવાના છે એ અંગેની એક સત્તાવાર યાદી રાજ્ય ચૂંટણીપંચને સુપરત કરી છે.આ યાદીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી,પૂર્વ પ્રધાન મંત્રી ડો.મનમોહનસિંહની સાથે નવજોત સિધ્ધુ અને રાજબબ્બરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં રાજયના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં જઈ રેલી, સભા સંબોધવાથી લઈને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર અને પ્રસાર કરશે. કોંગ્રેસ સ્ટાર પ્રચારકોની જે યાદી જાહેર કરાઈ છે તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ડો.મનમોહનસિંહ, અશોક ગહેલોત, અહેમદ પટેલ, ગુલામનબી આઝાદ, ભરતસિંહ સોલંકી, સામ પિત્રોડા, આનંદ શર્મા, મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, ભૂપિન્દરસિંહ હુડા, જયોતિરાદિત્ય સિંધિયા, રાજીવ શુકલા, નવજોત સિધ્ધુ, રાજ બબ્બર, રણદિપસિંહ સુરજેવાલ, કાંતિલાલ ભુરીયા, સુસ્મિતાદેવી, અમરિન્દરસિંહ રાજા, કર્નલનાથ, સચીન પાઈલોટ, મુકુલ વાસનિક, ઓસ્કાર ફર્નાન્ડિઝ, પ્રમોદ તિવારી, કુમારી શૈલજા, નગમા મોરારજી, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ, ડો.તુષાર ચૌધરી, પરેશ ધનાણી, કુંવરજી બાવળીયા, કદીર પીરજાદા, ગૌરવ પંડ્યા, સાગર રાયકા, રાજુભાઈ પરમાર, જગદીશ ઠાકોર, અશોક પંજાબી, અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે.

Related posts

સાબરકાંઠામાં હિન્દુ યુવા સંગઠન ભારત કાર્યાલયનું હિંમતનગર ખાતે ઉદઘાટન

editor

બેટી બચાવોની વાત વચ્ચે બેટી જ સલામત નથીઃ કોંગ્રેસ

aapnugujarat

ગુજરાત ગ્લોબલ સમિટ દરેક રાજ્યમાં રોકાણ માટેનું મંચ બને તેવા એંધાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1