Aapnu Gujarat
Uncategorized

જેતપુર સરકારી હોસ્પિટલમાં કોરોના સારવાર સેન્ટરનો વિરોધ

જેતપુરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર આવેલું છે જેમાં સુરતના ૩૦૦ થી ૪૦૦ ડાયાલિસિસ દર્દીઓની સારવાર થઈ રહી છે. જેતપુરમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જાય છે. સંક્રમમણથી બચવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન જારી કરવામાં આવી ચૂકી છે. જેતપુરની સરકારી હોસ્પિટલમાં કાર્યરત ડાયાલીસીસ વિભાગમાં હોસ્પિટલના કુલ ૫૦ દર્દીઓ ડાયાલિસિસની સારવાર હેઠળ સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા હોય છે અને જો ડાયાલીસીસ વિભાગની નજીક કોરોના વાયરસના દર્દીઓનો વોર્ડ ચાલુ કરવામાં આવે તો ડાયાલીસીસના દર્દીઓને મુશ્કેલી વેઠવી પડશે. આ સરકારી હોસ્પિટલમાં એક જ લિફ્ટ અને એક સીડી છે જેનો ઉપયોગ કરીને ડાયાલિસિસઅને કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે. જો કોરોનાના સંપર્કમાં ડાયાલીસીસ વિભાગના દર્દી આવે તો ડાયાલીસીસના દર્દીઓનો જીવ જોખમમાં આવે તેવી શક્યતા રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખી ડાયાલીસીસ વિભાના દર્દીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે અમે સરકારને આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.


(અહેવાલ :- જયેશ સરૈવયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

અમરેલીમાં બનશે દેશનો સૌથી મોટો હની પ્લાન્ટ, હજારો પરિવારોને મળશે રોજગારી

aapnugujarat

Chief Minister performs bhoomipujan for Mahatma Gandhi Aarogya Mandir at Rajula

aapnugujarat

પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ પુણ્યતિથીએ સાળંગપુરમાં ઉમટ્યો ભક્ત મહેરામણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1