Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા પોલીસે બીજુડા ગેંગના ત્રણ શખ્સો ઝડપ્યા

સાબરકાંઠા તેમજ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં અલગ અલગ પ્રકારની ચોરી ધાડ, લુંટ, બાઈક ચોરી, ઘરફોડ, મંદિર ચોરી જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર રાજસ્થાનની બીજુડા ગેંગને આખરે સાબરકાંઠા જિલ્લા પોલીસે ઝડપી પાડી છે. હિંમતનગરના ગાંભોઈ અને વાંકાનેર પાસેથી ચોરી કરેલ બાઈક સહિત ચોરી કરેલ મુદ્દામાલ સાથે બીજુડા ગેંગના આરોપીઓ હિંમતનગર ખાતે આવતા હતા ત્યારે સાબરકાંઠા એલ.સી.બી. પોલીસે ખાનગી બાતમીને આધારે શહેર નજીક વિરપુર બાયપાસ રોડ પર ગુપ્ત રીતે નાકાબંધી કરેલ હતી ત્યારે આરોપીઓ બે મોટરસાયકલ લઈને નાકાબંધી કરેલ જગ્યા પાસેથી પસાર થતા પોલીસે ગેંગના આરોપીઓ સહિત મોટરસાયકલ ઝડપી પાડી હતી. તમામ આરોપીઓની ચકાસણી અને તપાસ કરતા રાજસ્થાનની બીજુડા ગેંગ હોવાનું બહાર આવ્યું ત્યારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી આરોપીઓ સાથેના મોટરસાયકલને તપાસતા મોટરસાયકલ ચોરીની છે એવું માલુમ પડતા પોલીસને શંકા જતા પોલીસે વધુ તપાસ કરતા અલગ-અલગ પ્રકારના ૩૮ જેટલા ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તો પોલીસે બીજુડા ગેંગના આરોપીઓને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અંદાજે રૂપિયા છ લાખ નો મુદ્દામાલ રિકવર કરી આરોપીઓ વિરુદ્ધ રિમાન્ડની માંગ કરી છે.


(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ઘાટલોડિયાના ત્રણ યુવાન વાઘડી ગામે નદીમાં ડૂબ્યા

aapnugujarat

સિડની પાસે સર્જાયેલા કાર અકસ્માતમાં ઉત્તર ગુજરાતની પટેલ યુવતીનુ કરૂણ મોત

aapnugujarat

ગોબલજમાં બળીયાદેવ મંદિરે દલિતો જમવા ગયાના મુદ્દે ઉચ્ચવર્ણના લોકોએ અપમાનિત કરતા ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1