Aapnu Gujarat
ગુજરાત

સિડની પાસે સર્જાયેલા કાર અકસ્માતમાં ઉત્તર ગુજરાતની પટેલ યુવતીનુ કરૂણ મોત

ઓસ્ટ્રેલિયાના સિડની પાસે સર્જાયેલા એક ભયંકર કાર અકસ્માતમાં મૂળ બનાસકાંઠાની પટેલ યુવતીનું કરૂણ મોત નીપજ્યું છે. મૃતક વિદ્યાર્થિનીની ઓળખ 20 વર્ષીય રિયા રામજીભાઈ પટેલ તરીકે થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર રિયા સ્ટુડન્ટ વિઝા પર બે મહિના પહેલા જ ગુજરાતથી સિડની આવી હતી. આ દરમિયાન 16 એપ્રિલના રોજ બપોરે તે સિડનીથી તેના મિત્રો સાથે વોલોંગોંગ જઈ રહી હતી. ત્યારે કારના ડ્રાઇવરે અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને પિક્ટોન રોડ નજીક વિલ્ટન ખાતે પલટી ખાઈ ગઈ. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચીને અને રિયાને બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ ત્યાં સુધી બહું મોડું થઈ ગયું હતું. અકસ્માત બાદ રોડને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને દક્ષિણ તરફના તમામ ટ્રાફિકને નરેલન આરડી કેમ્પબેલટાઉન ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
ગંભીર અકસ્માતના અહેવાલો બાદ પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. જ્યારે તેઓ પહોંચ્યા તો જાણવા મળ્યું કે એક કારને બચાવવા જતા ડ્રાઈવરે બેલેન્સ ગુમાવ્યું અને અકસ્માત સર્જાઈ ગયો. બંને ડ્રાઇવરોને સારવાર માટે લિવરપૂલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નારેલન પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો કેસ નોંધાયો છે અને એનએસડબ્લ્યુ પોલીસ દુર્ઘટનાની તપાસ કરી રહી છે.

ભારતીય- ઓસ્ટ્રેલિયન કોમ્યુનિટીએ રિયા પટેલનો મૃતદેહ પરત ભારત મોકલવા માટે 34,000થી વધુ ડોલર એકત્ર કર્યા છે, જેનું તાજેતરમાં સિડની નજીક દુ: ખદ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રિયાના પિતરાઇ ભાઇ શૈલેશ પટેલ દ્વારા આ ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે જે ન્યુ સાઉથ વેલ્સ (NSW)માં રહે છે.

શૈલેષના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ડ્રાઈવર અને અન્ય મુસાફરો ખરાબ રીતે ઘાયલ થયા હતા અને રિયા રામજીભાઇ પટેલ આ દુ: ખદ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ભારતમાં રિયાના માતાપિતા અને મિત્રો અચાનક આઘાતજનક સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડ્યા છે. પરિવારની વિનંતી મુજબ શૈલેષ ગુજરાતી અને ભારતીય સમુદાયના પ્રતિનિધિ તેમજ મિત્રો સાથે મળીને રિયાના મૃતદેહને મોકલવા માટે કામ કરી રહ્યા છીએ.

શૈલેષ વધુમાં ઉમેર્યું હતું કે આ ફંડ એકત્રિત કરીને તેઓ રિયાના પરિવારને તેની સ્ટુડન્ટ લોન અને અન્ય પરચુરણ ખર્ચને આવરી લેવા માટે પણ ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા નેપાળમાં પણ એક ભયંકર માર્ગ અકસ્માતમાં 4 ભારતીયોના મોત થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ નેપાળના બાગમતી પ્રાંતમાં એક કાર 500 મીટર ઊંડી કોતરમાં ખાબકતાં 5 ભારતીયોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાંથી 4ના મોત નીપજ્યા હતા અને એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

Related posts

ફરીવખત વડાપ્રધાન મોદીનો અનન્ય માતૃપ્રેમ સામે આવ્યો

aapnugujarat

છેલ્લા 2 વર્ષમાં વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાયું જાણો ત્રણ વર્ષમાં પેટ્રોલ સહીત કઈ ચીજોમાં જોવા મળી મોંઘવારી

aapnugujarat

વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ શહેરના ભીમ તળાવને ઊંડુ કરવાના કામનો પ્રારંભ કરાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1