Aapnu Gujarat
રમતગમત

કોહલીને RCB સાથે છે ગાઢ પ્રેમ, ઓક્શનમાં તૂટી શકતા હતા તમામ રેકોર્ડ પણ ઠુકરાવી દીધી ઓફર

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને વિરાટ કોહલી એકબીજાની ઓળખ બની ગયા છે. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે શરૂઆતથી જ રમી રહ્યો છે. જો કે એક સમય એવો હતો જ્યારે વિરાટ કોહલી બીજી ફ્રેન્ચાઈઝીમાં જોડાવા માંગતો હતો. પરંતુ તે વખતે આ બાબત શક્ય બની ન હતી. જોકે, બાદમાં એ જ ફ્રેન્ચાઈઝીએ વિરાટ કોહલીને હરાજીમાં આવવાની ઓફર કરી હતી પરંતુ કોહલીએ ‘વફાદારી’ બતાવીને ઓફર ઠુકરાવી દીધી હતી. કોહલીએ તાજેતરમાં જ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા સાથેની મુલાકાતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. ઉથપ્પા સાથેની એક મુલાકાતમાં કોહલીએ જણાવ્યું હતું કે મેં લીગની શરૂઆતમાં એક ફ્રેન્ચાઇઝી સાથે વાત કરી હતી કે હું ટોપ ઓર્ડરમાં રમવા માંગુ છું, પરંતુ તે સમયે ફ્રેન્ચાઇઝીએ મારી વાત સાંભળી ન હતી. તે દરમિયાન હું પાંચ અને છ નંબર પર રમતો હતો. જોકે પાછળથી એ જ ફ્રેન્ચાઈઝીએ મને ઓફર કરી.

વિરાટ કોહલીએ રોબિન ઉથપ્પા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેને વર્ષ 2011માં ઓફર મળી હતી. આ એ જ ઓફર હતી જેની મેં શરૂઆતમાં વાત કરી હતી પરંતુ ત્યાં સુધીમાં મેં ટીમ ઈન્ડિયામાં મારું સ્થાન બનાવી લીધું હતું અને ઘણા રન પણ નોંધાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, હું રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ખૂબ મહત્વ આપું છું કારણ કે તેણે હંમેશા મને સમર્થન આપ્યું છે અને મારી વાત સાંભળી છે. જ્યારે મેં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના મેનેજમેન્ટને કહ્યું હતું કે મારે ત્રીજા નંબર પર રમવું છે, ત્યારે તેઓએ મારી માંગનું સમર્થન કર્યું.

વિરાટ કોહલીએ કહ્યું હતું કે, હું તે ફ્રેન્ચાઈઝીનું નામ નહીં લઉં, પરંતુ જ્યારે હું તેમની સાથે જોડાવા માંગતો હતો, ત્યારે તેઓએ મારી વાત માની ન હતી. પરંતુ જેવા મેં ટીમ ઈન્ડિયા માટે રન નોંધાવવાનું શરૂ કર્યું, ત્યારે તેઓએ મને હરાજીમાં આવવાની ઓફર કરી હતી. જોકે મેં તેમને સ્પષ્ટ ના પાડી દીધી હતી. હું મુશ્કેલ સમયમાં મને સાથ આપનાર ટીમ સાથે રહેવા માંગતો હતો.

વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ફક્ત મજબૂત ખેલાડી જ નથી પરંતુ તેણે નવ સિઝન સુધી ટીમની કેપ્ટનસી કરી હતી. ભલે એક પણ વખત બેંગલોર આઈપીએલ ચેમ્પિયન બની શક્યું નથી પરંતુ હાલમાં પણ કોહલીની ગણના ટુર્નામેન્ટના શ્રેષ્ઠ સુકાનીઓમાં થાય છે. વિરાટ કોહલીની કેપ્ટનસી હેઠળની ટીમની સફર ઉતાર-ચઢાવથી ભરેલી હતી પરંતુ તેના પ્રદર્શનને જોવામાં આવે તો તે વધારેને વધારે શ્રેષ્ઠ બનતું ગયું છે.

વિરાટ કોહલી આઈપીએલની શરૂઆતથી જ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે જોડાયેલો છે. કોહલી બેંગલોર માટે અત્યાર સુધીમાં કુલ 228 મેચ રમ્યો છે. જેમાં તેણે 129ના સ્ટ્રાઈક રેટથી 6844 રન ફટકાર્યા છે. વિરાટ કોહલીએ પાંચ સદી અને 47 અડધી સદી ફટકારી છે.

Related posts

FIR against Ex cricketer Manoj Prabhakar and family in Delhi

aapnugujarat

मुंबई के खिलाफ हैदराबाद के पास जीत ही एकमात्र विकल्प

editor

મર્ડર કેસમાં રેસલર સુશીલ કુમારને શોધી રહી છે દિલ્હી પોલીસ

editor

Leave a Comment

UA-96247877-1