Aapnu Gujarat
ગુજરાત

સરગાસણમાં SC સમુદાયના વ્યક્તિને ફ્લેટ વેચવાનો ઈન્કાર કરનારા બિલ્ડર સામે FIR

અનુસૂચિત જાતિ (SC) સમુદાયના એક વ્યક્તિ, કે જે વકીલ અને કોલેજના પ્રોફેસર છે, તેમણે મંગળવારે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે એવા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એક પ્રોપર્ટી ડેવલપરે તેમને સરગાસણમાં એક એપાર્ટમેન્ટ વેચવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ SC સમુદાયોના વ્યક્તિઓને મકાનો વેચતા નથી.

અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ગાંધીનગરના સેક્ટર 7માં રહેતા 35 વર્ષીય રજનીકાંત ચૌહાણે જણાવ્યું કે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને સેક્ટર 7માં આવેલી ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશનમાં ભણાવે છે. ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે તેમને સરગાસણમાં ઓરિજિન હાઇટ્સ નામની નવી આવાસ યોજના વિશે અખબારમાં જાહેરાત મળી હતી. તેમણે સાઈટ પર જઈને 4 એપ્રિલે ફ્લેટ જોયો જ્યાં હરેશ ચૌધરી નામનો વ્યક્તિ સાઈટ પર ડેવલપરની ઓફિસમાં હતો.

ત્યારબાદ તેમણે ત્રીજા માળે એક ફ્લેટ ફાઇનલ કર્યો છે. તેમણે કહ્યું કે હરેશે તેમને પૂછ્યું કે તેમની જાતિ અને વ્યવસાય શું છે. રજનીકાંતે બધુ જણાવ્યાના એક દિવસ હરેશ ચૌહાણે તેમણે ફોન કર્યો અને કહ્યું કે તેમણે બિલ્ડર મહેન્દ્ર ચૌધરી સાથે વાત કરવી પડશે. ત્યારબાદ જ્યારે રજનીકાંતે મહેન્દ્રનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે કહ્યું કે તેઓ અનુસુચિત જાતિના લોકોને મકાનો વેચે છે પરંતુ કહ્યું કે તે અન્ય ભાગીદાર અમ્રત પટેલ સાથે વાત કરશે. ચૌહાણે પટેલનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ મહેન્દ્ર સાથે જ વાત કરવાનું કહેવામાં આવ્યું હતું.

તે પછી મહેન્દ્રએ રજનીકાંતને જવાબ આપ્યો ન હતો અને તેઓએ તેમને સ્કીમમાં ફ્લેટ વેચ્યો ન હતો. ત્યારબાદ રજનીકાંતે સેક્ટર 7 પોલીસનો સંપર્ક કર્યો અને મહેન્દ્ર વિરુદ્ધ IPC હેઠળ ગુનાહિત ધાકધમકી માટે ફરિયાદ દાખલ કરી અને નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ અને SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો.

આ સમગ્ર મામલે કોંગી નેતા જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ‘રજનીકાંત નામના પ્રોફેસરની જે ગાંધીનગરમાં રહે છે કે, જ્યાં સરકાર બેસે છે. ત્યાં આ ભાઈ એક સ્કીમમાં મકાન લેવા ગયા પરંતુ તેઓ ફકત શિડ્યુલ કાસ્ટ અને દલિત સમાજના હોવાના કારણે તેમણે સ્પષ્ટપણે મકાન આપવાની ના પાડી દેવામાં આવી છે. એટલે હું રાજ્ય સરકારને એવી અપીલ કરું છું કે, સરકારે પોતે એક કેમ્પેઈન અને ડ્રાઈવ ચલાવવી જોઈએ અને દરેક કન્સ્ટ્રક્શન સાઈટ તેમજ બિલ્ડર લોબીના દરેક માણસને સૂચના આપવી જોઈએ કે જાતિ અને ધર્મના આધારે તમે મકાનની ફાળવણી કરી શકો નહીં.’

Related posts

દાતાશ્રી ના સૌજન્ય થી શ્રી પ્રમુખ સ્વામી મા અને ઉ.મા આશ્રમશાળામાં ઠંડા પાણી માટે કુલર આપવામાં આવ્યું…

aapnugujarat

જીતુ વાઘાણીએ કહ્યું- ‘રાહુલ ગાંધી કોંગ્રેસ માટે અપશુકનિયાળ’

aapnugujarat

સાબરકાંઠામાં સ્ટારપ્રચારક પુરુસોતમ રૂપાલાની ત્રણ જાહેરસભા

editor

Leave a Comment

UA-96247877-1