Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠામાં સ્ટારપ્રચારક પુરુસોતમ રૂપાલાની ત્રણ જાહેરસભા

સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દીગેશ કડિયા જણાવે છે કે,સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે અને પ્રચારનો ધમધમાટ પણ શરુ થઈ રહ્યો છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમભાઈ રૂપાલાની વડાલી ખાતે અને હિંમતનગરના હડિયોલ ખાતે અને પ્રાંતિજના સોનાસણ ખાતે ત્રણ જાહેર સભાઓ યોજાઈ હતી

જેમાં સભા સ્થળ પર ઓછા લોકો આવતા કાર્યક્રમ નો ફિયાસ્કો થયો હતો તમામ ઉમેદવારો પણ આ સભાઓમાં આવ્યા હતા… રૂપાલાએ મોદી સરકારે કરેલા વિકાસની ગાથાઓ લોકોને કહી સંભળાવી હતી અને ભાજપના ઉમેદવારોને જંગી મતેથી જીતાળવાની વાત કરી હતી….નોઘનીય છે કે હડીયોલની સભામાં ફીયાસ્કાના દ્રશ્યો સર્જાયા હતા કારણ કે લોકોની પૈકી હાજરી આ સભામાં જોવા મળી હતી આ કાર્યક્રમ મા જીલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડ, સહકારી આગેવાન જેઠાભાઈ પટેલ, તેમજ જીલ્લા ભાજપ સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા

Related posts

અમદાવાદ હાટ ખાતે ક્રાફ્ટ હસ્તકલા મેળો ૮ એપ્રિલ સુધી ખુલ્લો રહેશે

editor

धान, मक्का और उडद की पौने दो गुनी बुवाई हुई

aapnugujarat

રખડતા ઢોર મામલે વિધાનસભામાં બિલ પસાર થાય એ પહેલા જ માલધારી સમાજનો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1