Aapnu Gujarat
ગુજરાત

દેશહિત માટે એક થવુ જરૂરી : Mohan Bhagwat

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ ભાજપ અને RSSની બેઠકોનો દૌર વધતો જાય છે. ભાજપ માટે ગુજરાત હોમટાઉન છે અને ગુજરાતમાં તમામ લોકસભાની બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે ભાજપ RSSનું માર્ગદર્શન લઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના GMDCના ગ્રાઉન્ડ ખાતે RSS દ્વારા ”સમાજ શક્તિ સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે RSSના વડા મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા.
RSSના સમાજ શક્તિ સંગમ કાર્યક્રમમાં મોહન ભાગવતે સંબોધન કર્યું હતું. મહત્વનું છે કે, 8 વર્ષ બાદ મોહન ભાગવતે જાહેરમંચ પરથી ગુજરાતમાં સંબોધન કર્યું હતુ. મોહન ભાગવતે કાર્યક્રમના સંબોધનમાં કહ્યું હતું કે, ‘આપણે મતભેદોને ભૂલી દેશહિતમાં એક થવુ જરૂરી છે. ડૉ બાબા સાહેબનો આજે જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે. દેશમાં ભેદભાવ સમાપ્ત થઈ જાય. દર મહિનાની 14 તારીખ પરિવર્તનની તારીખ હોય છે, એક રાશિમાંથી બીજી રાશિમાં સૂર્ય જાય છે. આપણા દેશમાં પણ સામર્થ્ય સંપન્ન અને વિશ્વમાં માર્ગદર્શન આપતુ મહાન કાર્ય જે ડગલે આગળ વધ્યુએ 14 એપ્રિલે થયુ. ડૉ.બાબા સાહેબ આંબેડકરનો જન્મ એક એવી ઘટના હતી, જેને કોઈએ ધ્યાન નથી આપ્યું. પરિવર્તન આવુ જોઈએ જે આવ્યુ નથી. આપણે એ દિશામાં આગળ વધવાનું છે. ગુલામીમાં પોતાની અભિવ્યક્તિ નથી હોતી. દેશમાં વિદેશી નહીં આપણે આપણું રાજ્ય એટલે જોઈએ કેમ કે, ગુલામીમાં પોતાની અભિવ્યક્તિ નથી હોતી.

દેશની પૂજા અને દેશભક્તિ જરૂરી છે. કોઈ પૂછે તો આપણે જાતિ અને ભાષા જણાવીએ છીએ. દેશમાં વિવિધતા હવે ભેદ બની ગઈ છે. ભેદભાવ હટાવીને ભારત માતાના પુત્ર છીએ તેમ સમજવુ જોઈએ આપણે સૌથી પહેલા ભારતીય છીએ. આપણે હિન્દુ છીએ, કોઈ કહે હિન્દુ નહીં, પરંતુ ભારતીય છીએ. તો તે સમાનાર્થી શબ્દ છે. આપણા દેશના લોકો માટે સદભાવના રાખવી. ભેદ નહીં સદભાવના જોઈએ. આપણા દેશ અને સમાજને આગળ વધારવા આપણી શક્તિનો ઉપયોગ કરવો. આપણા માટે જેટલુ જરૂરી હોય એટલુ રાખો, બાકી દેશ અને સમાજ માટે આપો

Related posts

૬.૫૦ લાખના મોબાઇલની સાથે મોબાઇલ ચોર ઝડપાયો

aapnugujarat

तक्षक्षिला अग्निकांड : गुजरात उच्च न्यायालय ने राज्य सरकार से जांच रिपोर्ट मांगी

aapnugujarat

રૂપાણી સરકાર ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરે : હાઇકોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1