Aapnu Gujarat
ગુજરાત

૬.૫૦ લાખના મોબાઇલની સાથે મોબાઇલ ચોર ઝડપાયો

શહેરના રામોલ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે આજે મોબાઇલ ચોર ગેંગના એક સાગરિતને ઝડપી લઇ તેની પાસેથી બ્રાન્ડેડ કંપનીના ૩૭ જેટલા મોબાઇલ જપ્ત કરી લીધા હતા. પોલીસે જપ્ત કરેલા મોબાઇલ સહિતના મુદ્દામાલની કિંમત રૂ.૬.૫૩ લાખ કરતાં વધુની થાય છે. પકડાયેલા આરોપી રોહિત શત્રુધ્ન રામગુલામ મહતોની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, તેમની મોબાઇલ ચોર ગેંગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અત્યારસુધીમાં ૧૫૦થી વધુ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી આઠ જેટલા અલગ અલગ બેંકના ડેબીટ કાર્ડ અને ક્રેડીડ કાર્ડ પણ જપ્ત કર્યા હતા. રામોલ પોલીસે ગેંગના અન્ય સભ્યોને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.  મોબાઇલ ચોર ગેંગના સાગરીતને ઝડપી પાડવાના પ્રકરણની માહિતી આપતાં રામોલ પોલીસમથકના પીઆઇ કે.એસ.દવેએ જણાવ્યું હતુ કે, ગઇકાલે રામોલ પોલીસમથકના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક પરપ્રાંતીય શખ્સ દરરોજ મોંઘા મોબાઇલ બદલાવેે છે તે વેચી બીજા સભ્યોને આપે છે અને તે મહાદેવનગર ટેકરાથી નીકળનાર છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગુપ્ત વોચ આ વિસ્તારમાં ગોઠવી હતી. એટલામાં આરોપી રોહિત શત્રુધ્ન રામગુલામ મહોત(ઉ.વ.૨૪)(રહે.રાજુભાઇ ભરવાડના મકાનમાં, જામફળવાડી, રામોલ- મૂળવતન મહારાજપુર, સાહેબગંજ, થાના, તેજહારી, જિ.સાહેબગંજ, ઝારખંડ)ને રામોલ પોલીસે ઝડપી લીધો હતો. જેની જડતી દરમ્યાન તેની પાસેથી અલગ-અલગ કંપનીના પાંચ મોબાઇલ જપ્ત કર્યા હતા. આ સિવાય પોલીસે તેની પૂછપરછના આધારે તેના ઘેર દરોડા પાડીને ત્યાંથી બીજા ૩૨ મોબાઇલ પણ જપ્ત કર્યા હતા. કુલ ૩૭ મોબાઇલ જપ્ત કરાયા તેમાં મોટાભાગના મોંઘી અને બ્રાન્ડેડ કંપનીઓના મોબાઇલ હતા. પોલીસ પૂછપરછમાં આરોપી રોહિત મહતોએ કબૂલાત કરી હતી કે, તે છેલ્લા બે મહિનાથી અમદાવાદ આવ્યો હતો અને તેની ગેંગના બીજા સભ્યોમાં બજરંગી મહંતો, સંતોષ નોનીયા, ટીંકુકુમાર ચૌધરી, દિપકકુમાર મહતો, અમીત મહતો અને રવિકુમાર શાહ સહિતના આરોપીઓ છે. જેઓ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભીડભાડવાળી જગ્યાએ ભીડની વચ્ચે ઘૂસી માણસોની નજર ચૂકવીને તેમના પર્સ અને મોબાઇલ ચોરી લેતા હતા. અત્યારસુધીમાં આરોપીઓએ કુલ૧૫૦ જેટલા મોબાઇલની ચોરીને અંજામ આપ્યો છે.  આ ગેંગનો મુખ્ય સૂત્રધાર બજરંગી મહતો છે જેણે ગેંગના અન્ય આરોપીઓને લોકોની નજર ચૂકવી મોબાઇલ ચોરી કેમ કરવી તે શીખવાડયું હતું. આ સિવાય આરોપી રોહિત મહતોના ઘરમાંથી એક ચોપડો પણ મળી આવ્યો છે, જેમાં ૮૦ જેટલા મોબાઇલ વેચાણની વિગતો છે. ચોરાયેલા આ મોબાઇલ આરોપીઓ દ્વારા સસ્તા ભાવે ઝારખંડમાં વેચી મરાતા હતા અને તેમાં દરેકને હિસ્સો મળી જતો હતો.(અનુસંધાન નીચેના પાને)

Related posts

વડાપ્રધાન મોદીના જન્મ દિન નિમિત્તે સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા કરાઈ

aapnugujarat

આઈપીએલ સટ્ટાકાંડમાં ઝડપાયેલા જેપી સિંહની ધરપકડ પૂર્વેની મંજૂરી કયાં સુધીમાં લાવશો : ગુજરાત હાઈકોર્ટનો સીબીઆઈને પ્રશ્ન

aapnugujarat

છોટાઉદેપુર ખાતે હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબનો ૬૩મો ઉર્સ મેળો યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1