Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતોની માથાદીઠ આવક તો માત્ર ૭૯૨૬ રૂપિયા : કોંગી

ગૌરવયાત્રા સામે આજે ગુજરાત કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ગૌરવયાત્રામાં સરદાર સાહેબની જન્મભૂમિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા જૂઠ્ઠાણાંઓનો વરસાદ વરસાવી પ્રજાને ગેરમાર્ગે દોરી હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ અને કાયદો-વ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં ભાજપના ૨૨ વર્ષના શાસનની નિષ્ફળતા છતી થઇ ગઇ છે તે બાબત આજે ભાજપના અધ્યક્ષના પ્રવચનમાં હતાશા અને નિરાશારૂપે સ્પષ્ટ જણાતી હતી. ભાજપની ખેડૂત વિરોધી નીતિથી ખેડૂતો પાયમાલ અને આત્મહત્યા માટે મજબૂર બન્યા છે. એગ્રીકલ્ચર સ્ટેસ્ટીકસ-૨૦૧૭ મુજબ, ગુજરાતના ખેડૂતોની માથાદીઠ આવક માત્ર રૂ.૭૯૨૬ છે, જે હરિયાણા અને પંજાબ કરતાં પણ ઘણી ઓછી છે. ગુજરાત ખેડૂતોને બરબાદ કરનાર ભાજપ સરકાર રાજયના ખેડૂતોને તેનો જવાબ આપે. કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ગુજરાતમાં ૧૩ લાખ હેકટર ખેતીની જમીનમાં ઘટાડો થયો, સાડા ત્રણ લાખ ખેડૂતો ઘટયા અને ૩૮ લાખ ખેત મજદુરોનો વધારો થયો. ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં ખેડૂતોની આત્મહત્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે છતાં ભાજપ સરકારનું પેટનું પાણી હાલતુ નથી. મહેસાણાના ખેડૂતો ચકલી ખોલશે એટલે ઓઇલ અને ગેસ નીકળશે એવી મસમોટી વાતો કરનારા ભાજપના નેતાઓ એ વાતનો જવાબ આપે કે, વાસ્તવમાં ખેડૂતો ચકલી ખોલે તો પાણી પણ આવતું નથી. કપાસ, મગફળીના ઉત્પાદનમાં અગ્રીમ રાજયના ખેડૂતો પોષણક્ષમ ભાવ માટે ભાજપ પાસે જવાબ માંગે છે. એટલું જ નહી, ભાજપના શાસનમાં દલિત, આદિવાસી, બક્ષીપંચ, પાટીદાર સમાજ પર દમન અને અત્યાચાર થઇ રહ્યા છે. ખોટા પોલીસ કેસો કરી લોકોનો અવાજ દબાવાઇ રહ્યો છે. ગરીબ અને સામાન્ય પ્રજા માટે સચિવાલયના દરવાજા બંધ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં ગુજરાત શિક્ષણક્ષેત્રમાં નવમા ક્રમાંકે હતુ, તે આજે પાછળ ધકેલાઇના ભાજપના શાસનમાં  ૨૧થી ૨૩ માં ક્રમે પહોંચી ગયુ છે. ગુજરાતમાં ૧૦.૪૬ શિક્ષિત બેરોજગારો છે અને નહી નોંધાયેલા ૪૦ લાખ શિક્ષિત બેરોજગાર એટલે કુલ ૫૦ લાખ શિક્ષિત બેરોજગારો ભાજપ સરકાર પાસે જવાબ માંગી રહ્યું છે. સને ૧૯૯૮ પહેલાં કોંગ્રેસના શાસનમાં ગુજરાતનું દેવું રૂ.૧૮ હજાર કરોડ હતું,જે ભાજપના કુશાસનમાં વધીને બે લાખ કરોડ સુધી અધધધ…થઇ ગયું છે. ગુજરાતમાં જન્મ લેતું બાળક રૂ.૪૬ હજારના દેવા સાથે જન્મે છે. ગુજરાતમાં ૫૫ ટકા મહિલાઓ અને ૪૫ ટકા બાળકો કુપોષિત છે. દરેકના ખાતામાં રૂ.૧૫-૧૫ લાખ જમા કરાવવાની વાતો કરનાર ભાજપ આ બધા મુદ્દે ચૂપ કેમ છે પરંતુ ગુજરાતની જનતા હવે ચૂપ નહી રહે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રજા તેના અસલ મિજજાનો પરચો ભાજપને આપશે તે નક્કી છે એમ ડો.મનીષ દોશીએ ઉમેર્યું હતું. (અનુસંધાન નીચેના પાને)

Related posts

सूरत में कॉलेज की विद्यार्थिनी ने हॉस्टल में फांसी लगाई

aapnugujarat

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા કવિ સંમેલન યોજાયું

editor

ઝુંપડપટ્ટીની આગ બુઝાવવા લાખ્ખો લિટર પાણી વપરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1