Aapnu Gujarat
ગુજરાત

ઝુંપડપટ્ટીની આગ બુઝાવવા લાખ્ખો લિટર પાણી વપરાયું

શહેરના ચંડોળા તળાવ પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં ગઇ મોડી રાત્રે લાગેલી ભયંકર અને વિકરાળ આગમાં ૨૦૦થી વધુ ઝુંપડાઓ બળીને ખાખ થઇ ગયા હતા. ચંડોળાની ઝુંપડપટ્ટીમાં લાગેલી આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ફાયરબ્રિગેડ માટે પણ આ ભીષણ આગને બુઝાવવાનું કામ બહુ કપરૂ બની રહ્યું હતું. ૧૮થી વધુ ફાયર ફાઇટરો અને ૮૦થી વધુ ફાયરબ્રિગેડના જવાનોએ પાંચ કલાકથી વધુની ભારે જહેમત બાદ આખરે આગને બુઝાવવામાં સફળતા મેળવી હતી. જો કે, રાહતની વાત એ હતી કે, સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા નોંધાઇ ન હતી. એકબાજુ, શહેરમાં પાણીની તંગી અને અછત વચ્ચે પાણી બચાવોની ઝુંબેશ અમ્યુકો તંત્ર દ્વારા ચાલી રહી છે ત્યારે બીજીબાજુ, આ વિકરાળ આગને બુઝાવવા પાછળ અઢી લાખ લિટર પાણી વપરાઇ ગયુ હતું. શહેરના ચંડોળા વિસ્તારમાં આવેલી વિશાળ ઝંુપડપટ્ટીમાં ગઇ મોડી રાત્રે એક ઝુંપડામાં રાંધણગેસના બાટલમાં લીકેજના કારણે અચાનક જોરદાર ધડાકો થયો હતો અને તેને લઇ અચાનક આગ પ્રસરી હતી. રાત્રિનો સમય હોઇ કોઇ કંઇ સમજે કે વિચાર તે પહેલાં ગણતરીની મિનિટોમાં આગની જવાળા આસપાસના ઝુંપડાઓમાં અને થોડીવારમાં તો સમગ્ર ઝુંપડપટ્ટી વિસ્તારમાં પ્રસરી ગઇ હતી. સ્થાનિક ઝંુપડાવાસીઓમાં આગને લઇ જોરદાર ચીસાચીસ, રોકકળ અને આક્રંદ સંભળાઇ રહ્યા હતા, આગની ભયંકર જવાળાઓમાં જોતજોતામાં ગરીબ ઝુંપડાવાસીઓની ઘરવખરી, કિમતી સામાન અને વાહન સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો. ભયંકર વિકરાળ આગને લઇ સમગ્ર ઝુંપડપટ્ટી વિસ્તારમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડના ૮૦થી વધુ જવાનો ૧૮ ફાયર ફાઇટરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સતત પાંચ કલાકથી વધુની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ શકાઇ હતી. જો કે, ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ એટલી વિકરાળ અને બેકાબૂ રીતે પ્રસરી હતી કે, તેને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડના જવાનોને ૧૮ ફાયરફાઇટરો મારફતે આશરે અઢી લાખ લિટરથી વધુ પાણીના જથ્થાનો મારો ચલાવાયો હતો. એકબાજુ, ઉનાળાની ગરમીમાં પાણીની તંગી અને અછતને લઇ ખુદ અમ્યુકો તંત્ર દ્વારા પાણી બચાવોની ઝુંબેશ ચલાવાઇ રહી છે ત્યારે બીજીબાજુ, એક સામાન્ય લાપરવાહીના કારણે લાગેલી આગને ઠારવામાં અઢી લાખ લિટરથી વધુ પાણીનો વપરાશ થઇ ગયો.

Related posts

मणिनगर में पेड़ धराशायी होने पर रिक्शा चालक की मौत हुई

aapnugujarat

फायरस्टेशन असुरक्षित पांचकूवा फायर स्टेशन की पेराफीट टूटी

aapnugujarat

ઠક્કરનગર વિસ્તારમાં આવેલ અંબિકા પેટ્રોલપંપનાં કર્મચારીએ બોટલમાં પેટ્રોલ ન આપતાં ત્રણ શખ્સોએ ઢોર માર માર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1