Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને બનાવ્યો તાઈવાન પર કબજાનો પ્લાન

તાઈવાનને લઈને ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરી શકે છે. તજજ્ઞોએ આવી ચેતવણી આપી રહ્યા છે. અમેરિકા તાઈવાનના રક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતું રહ્યું છે. તો, ચીનનું કહેવું છે કે, તે તાઈવાન મુદ્દે કોઈપણ વિદેશી તાકાત સામે લડવા તૈયાર છે. બંને ન્યૂક્લિયર પાવર વચ્ચે તાઈવાન એ મુદ્દો છે, જે દુનિયામાં પરમાણુ યુદ્ધનો ખતરો વધારી રહ્યો છે. તાઈવાનના પ્રેસિડન્ટની અમેરિકાની મુલાકાત બાદ ચીને તાજેતરમાં જ યુદ્ધાભ્યાસ કર્યો.
તાઈવાનને ચીન કાયમથી પોતાનો હિસ્સો માનતું રહ્યું છે. ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગએ સંકલ્પ લીધો છે કે જરૂર પડવા પર બળપૂર્વક પણ તેને પોતાના દેશ સાથે ભેળવી દેશે. ચીનની સેના હવે તાઈવાનની નજીક પહેલા કરતા વધુ યુદ્ધાભ્યાસ કરી રહી છે. ઘણા તજજ્ઞોનું કહેવું છે કે, 160 કિમીથી તાઈવાન સ્ટ્રેટ (સામુદ્રધુની)ને પાર કરી હુમલો કરવાને બદલે ચીન તેની ચારે તરફ નાકાબંધી કરશે. અમેરિકાએ કહ્યું છે કે, તે તાઈવાનનું રક્ષણ કરશે. એવામાં શક્ય છે કે, નાકાબંદીને તોડવા માટે અમેરિકાએ જ પહેલી ગોળી ચલાવવી પડે.

આ પ્રકારના પગલાંનું પરિણામ સંપૂર્ણ યુદ્ધ અને આગળ જતા પરમાણુ યુદ્ધ આવી શકે છે. સંરક્ષણ નિષ્ણાંતો અને સિવિટાસ થિન્ક ટેન્કમાં સંરક્ષણ અને સુરક્ષા યુનિટના ડાયરેક્ટર રોબર્ટ ક્લાર્ક મુજબ, તાઈવાનની સામે પીપુલ્સ લિબરેશન આર્મીનો પ્લાન દરિયાઈ અને હવાઈ નાકાબંધીનો છે. તેમણે કહ્યું કે, ‘તાઈવાન પર હુમલો કરી યુદ્ધમાં કૂદવા કરતા વધુ સુરક્ષિત વિકલ્પ ચીન માટે નાકાબંધી હશે. આ પ્રકારની નાકાબંધીની સફળતા કે નિષ્ફળતા પર ચીનના આગામી પગલાં એટલે કે પૂર્ણ હુમલાનો આધાર રહેશે.’ તેમણે કહ્યું કે, ‘ચીન ચારે તરફથી તાઈવાનની નાકાબંધી કરી અમેરિકાની સૈન્ય ગતિવિધિ પર કાબુ રાખશે અને તેના આર્થિક પરિણામ પણ હશે.’

તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી કે, તેનાથી ચીનની સામે તાઈવાન યુદ્ધ વિના જ આત્મસમર્પણ પણ કરી શકે છે. ક્લાર્ક મુજબ, જ્યારે-જ્યારે ચીન તાઈવાનની નાકાબંધી કરે છે, ત્યારે-ત્યારે યુદ્ધની શક્યતામાં વધારો થઈ જાય છે. તેમણે કહ્યું કે, ‘ચીન જ્યારે પણ એવું કોઈ પગલું ઉઠાવે છે, તો એ ક્ષેત્રમાં દરિયાઈ વેપાર પ્રભાવિત થવાની સાથે-સાથે જો સૈન્ય રીતે ખોટું અનુમાન લાગે તો યુદ્ધ પણ થઈ શકે છે.’ જોકે, તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા યુદ્ધમાં સીધું કૂદતા પહેલા નાકાબંધી તોડવા માટે ચીન પર કડક પ્રતિબંધ પણ લગાવી શકે છે.

Related posts

પાકિસ્તાન ભારતની નવી સરકાર સાથે મંત્રણા માટે તૈયાર : કુરેશી

aapnugujarat

પાકિસ્તાનમાં હાફિજ સઇદને ૧૫ વર્ષની સજા

editor

પાકિસ્તાન આતંકવાદનું એપી સેન્ટર : સંયુક્ત રાષ્ટ્ર

editor

Leave a Comment

UA-96247877-1